- ASI દ્વારા હૉલ અને દીવાલોનું મેપિંગ કરવામાં આવ્યું
- મુસ્લિમ પક્ષે મસ્જિદના તાળાં ખોલીને સહકાર આપ્યો
- મસ્જિદની અંદર કમળ, ત્રિશૂળ, કળશ અને ખંડિત મૂર્તિઓ મળ્યાનો હિન્દુ પક્ષકારોનો દાવો
સુપ્રીમ કોર્ટનાં આદેશને પગલે શનિવારે બીજા દિવસે જ્ઞાનવાપી પરિસરમાં ASIની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાઈ હતી. ASIનાં અધિકારીઓ દ્વારા મસ્જિદ અને ભોંયરામાં પણ સર્વે કરાયો હતો. મુસ્લિમ પક્ષકારો દ્વારા મસ્જિદના તાળાં ખોલીને સહકાર આપવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષકારોએ દાવો કર્યો હતો કે મસ્જિદની અંદર કમળ, ત્રિશૂળ, કળશ અને ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. ASI દ્વારા વજુખાના સિવાય મસ્જિદ અને ભોંયરાનો સર્વે કરાયો હતો. મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહમદે કહ્યું હતું કે જ્યાં જ્યાં અમને કહેવામાં આવે છે ત્યાં ત્યાં અમે તાળાં ખોલી આપીએ છીએ. અમે ચાવી શા માટે આપીએ?
હૉલ અને દીવાલોનું મેપિંગ કરાયું










