- શૈક્ષણિક સંસ્થાઓ, બજારો, બેંકો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી
- જિલ્લામાં મહિલાઓએ રોડ પર ઊતરી આવીને રસ્તાઓ બંધ કરી દીધા
- સરકારી કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી પરંતુ કચેરીઓમાં નહિવત હાજરી
મણિપુરમાં ઇમ્ફાલ ખીણના જિલ્લાઓમાં બુધવારે સામાન્ય જનજીવન ઠપ રહ્યું હતું. મૈતી મહિલાઓના સમૂહ મીરા પાઇબસ તથા પાંચ સ્થાનિક ક્લબો દ્વારા 48 કલાકના રાજ્યવ્યાપી બંધના એલાનના બીજા દિવસે પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બજારો, બેંકો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી હતી. સરકારી કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે પરંતુ કચેરીઓમાં નહિવત હાજરી જોવા મળી હતી. આ લોકો પોલીસે જેમની ધરપકડ કરી હતી તે પાંચ ગ્રામરક્ષક સ્વયંસેવકોની બિનશરતી મુક્તિની માંગ કરી રહ્યા છે તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઇમ્ફાલ ખીણના તમામ પાંચ જિલ્લામાં મહિલાઓએ મોટી સંખ્યામાં રોડ પર ઊતરી આવીને રસ્તાઓ બંધ કરી દીધા હતાં અને યુવાનોની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. પ્રદર્શનકારીઓએ પહાડી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવા માટે રાજ્ય સરકાર અને પોલીસને દોષી ઠેરવ્યા હતાં.
કુકી સમુદાય સામે કાર્યવાહી નહીં કરવાનો આરોપ










