• એક દેશ એક ચૂંટણી પર રિપોર્ટ સોંપાયો
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સોંપાયો રિપોર્ટ
  • પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોંપ્યો રિપોર્ટ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલે 'એક દેશ એક ચૂંટણી'ને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. 18,626 પેજના આ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

18,626 પાનાનો રિપોર્ટ

[[$googlead]]

[[$alsoread]]

રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'વન નેશન, વન ઈલેક્શન' પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ 18,626 પાનાનો છે. તેઓ છેલ્લા 191 દિવસમાં હિત ધારકો, નિષ્ણાંતો અને સંશોધન કાર્ય સાથે વ્યાપક પરામર્શનું પરિણામ છે.

2 સપ્ટેમ્બરે સમિતિની રચના કરાઇ હતી

ઉલ્લેખનીય છે કે આ સમિતિની રચના ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. તેની રચના થઈ ત્યારથી, આ સમિતિએ હિતધારકો અને નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી જ આજે આ અહેવાલ સુપરત કર્યો છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાના મુદ્દા પર શક્ય તેટલી વહેલી તકે વિચારણા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.


પક્ષ દ્વારા અમલીકરણને લઇને મંગાવ્યા હતા સૂચનો

નોંધનીય છે કે ગયા મહિને જ ભારતીય જનતા પાર્ટીએ કોવિંદ સમિતિને એક દેશ એક ચૂંટણી પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને મળ્યા હતા. મહત્વનું છે કે ભાજપે તેના છેલ્લા બે મેનિફેસ્ટોમાં એક દેશ, એક ચૂંટણીની વકાલત કરી છે. જો કે તેનો અમલ કેવી રીતે કરવો તે અંગે પક્ષ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા છે.

  • Follow us on: