- શિવસેનાની સ્થાપના બાદ 220 જેટલી સેનાઓ આવી
- બાકીની અનેક સેનાઓ આવી અને ગઈ: સંજય રાઉત
- મોહન ભાગવતને આપ્યું ગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ
શિવસેન નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે શિવાજી પાર્કમાં જે રેલી યોજાઇ રહી છે તે રેલી જ શિવસેનાની છે. તેમણે કહ્યું છે છે કે દેશમાં એક જ શિવસેના છે. તો સાથે સાથે તેમણે બાળાસાહેબ ઠાકરે દ્વારા કહેવામાં આવેલ વાત પુનઃઉચ્ચારી હતી કે શિવસેનાની સ્થાપના બાદ 220 જેટલી સેનાઓ ફૂટી નીકળી છે. પરંતુ ભારતમાં માત્ર બે જ સેનાઓ છે. એક ભારતની સેના છે જે સરહદ પર છે અને બીજી સેના શિવસેના છે. બાકીની સેનાઓ આવી અને ગઈ.
અન્ય એક કાર્યક્રમમાં સંજય રાઉતે આરઆરએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે દુનિયામાં અને ભારતમાં કેટલાંક ળકો છે જે નથી ઇચ્છતા કે ભારત આગળ વધે. તેઓ સમાજમાં જૂથો અને સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે.” મોહન ભાગવતના આ નિવેદનનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ વિપક્ષ તરફ સંકેત કરી રહ્યા છેઃ તો તેમણે INDIA ગઠબંધનમાં સામેલ થનાર પહેલી વ્યક્તિ હોવું જોઈએ કારણ કે આજે લોકતંત્ર જોખમમાં છે.









