પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કાનપુરના શુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ ભારતના ઓપરેશન સિંદૂર પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું, 'આભાર મોદીજી, સેનાને સલામ'. ભારતીય સેનાની કાર્યવાહીને સલામ કરતાં તેમણે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો અને કહ્યું કે, સેનાની આ કાર્યવાહીથી અમને સરકાર પર વિશ્વાસ કરવાની હિંમત મળી છે. પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને જે રીતે કચડી નાખ્યો છે તે બદલ હું ભારતીય સેનાનો આભારી છું. આ સમાચાર સાંભળ્યા પછી, મારો આખો પરિવાર હળવાશ અનુભવી રહ્યો છે. આ જ સાચી શ્રદ્ધાંજલિ છે.


આ જ સાચી શ્રદ્ધાંજલિ છે

શુભમના સંબંધી મનોજ દ્વિવેદીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, અમે 22 એપ્રિલે જ કહ્યું હતું કે આ દેશમાં ક્રાંતિ આવશે અને પીએમ મોદી આતંકવાદનો અંત લાવવા માટે કડક પગલાં લેશે. આજે સેનાએ અમારા પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, આ માટે પીએમ મોદીનો આભાર. દરમિયાન, કાનપુર સહિત દેશના ઘણા ભાગોમાં, લોકોએ "ભારતીય સેના ઝિંદાબાદ" અને "ભારત માતા કી જય" ના નારા લગાવીને સેનાની બહાદુરીની પ્રશંસા કરી.

ભારતીય હવાઈ હુમલામાં પાકિસ્તાનના 9 સ્થળોનો નાશ થયો

૧. બહાવલપુર - આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય દળો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.

2. મુરિદકે - આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.

૩. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી ૩૫ કિમી દૂર આવેલું છે.

૪. લશ્કર કેમ્પ સવાઈ - આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં ૩૦ કિમી અંદર આવેલું છે.

૫. બિલાલ કેમ્પ - જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.

૬. કોટલી – લશ્કર કેમ્પ LoC થી 15 કિમી દૂર સ્થિત છે. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50થી વધુ આતંકવાદીઓને સમાવવાની ક્ષમતા હતી.

૭. બાર્નાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.

8. સરજલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.

9 મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) - તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

  • Follow us on: