ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતીય સેના પણ છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના આતંકવાદી વિસ્તારના કેવા હાલ કર્યા તેને લઈને ઓપરેશનના વીડિયો રજૂ કરી રહી છે. ભારતની ત્રણેય સેનાએ સંયકુતરીતે ઓપરેશન હાથ ધરી આતંકવાદના આકા પાકિસ્તાનને ધૂળ ચટાડી અને ઘૂંટણિયે લાવ્યું. ભારતની આ જીત પાછળ ભારતીય સૈન્યમાં સામેલ બ્રહ્મોસ અને આકાશ જેવી 'નવરત્ન'મિસાઈલની મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાનને તબાહ કરનાર આકાશ તીર મિસાઈલ ભારતમાં બની છે. ઓપરેશન સિંદૂર અને યુદ્ધ સ્થિતિ બાદ આકાશ તીર મિસાઈલ બનાવનાર કંપની BELશેરબજારમાં સારો દેખાવ કરી રહી છે. BEL (Bharat Electronics Ltd) કંપનીએ આજે મંગળવારના રોજ શેરબજારમાં માત્ર 2 કલાકમાં જ 4600કરોડની કમાણી કરી.
સરકારની 'નવ્રત્ન' કંપની
Bharat Electronics Ltd એ ભારત સરકારની 'નવ્રત્ન' કંપની છે. હાલમાં BEL કંપનીના સામે આવેલા ત્રિમાસિક પરિણામ મુજબ આ મહિનાના આરંભ બાદ કંપની શેરબજારમાં સારું પરફોર્મન્સ કરી રહી છે. શેરબજારમાં છેલ્લા પંદરેક દિવસથી મોટાભાગે મંદીનો માહોલ જોવા મળ્યો છે. બજારમાં સુસ્ત વલણ વચ્ચે આ સપ્તાહમાં મિસાઈલ બનાવનાર BEL કંપનીના શેરમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારના રોજ બજારમાં સારી શરૂઆત થઈ હતી પરંતુ દિવસ આગળ જતાં સેન્સેકસ અને નિફ્ટી ડાઉન સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. ત્યારે મંગળવારે બજાર બંધ થવાના સમયે BEL કંપનીના શેરમાં +0.55 (0.11%) પોઈન્ટના વધારા સાથે 364.15 INR પર જોવા મળ્યો.
બજારમાં BEL કંપનીના શેરમાં ઉછાળો
બીએસઈના ડેટા અનુસાર ૮ મેના રોજ કંપનીનું માર્કેટ કેપ 2,24,264.01 કરોડ રૂપિયા હતું. અને 11માં દિવસ સોમવારે કંપનીનું માર્કેટ કેપ 2,65,747.01 કરોડ રૂપિયા હતું. અને 12મા દિવસે એટલે કે આજે મંગળવારના રોજ બજારના આરંભે કંપનીના શેર ઉચ્ચ સપાટીએ ટ્રેડ કરતા કંપનીનું માર્કેટ કેપ 2,70,315.62 કરોડ રૂપિયા જોવા મળ્યું હતું. કહી શકાય કે કંપનીએ 2 કલાકની અંદર 4,568.61 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આનો અર્થ એ થયો કે Bharat Electronics Ltdના શેરમાં અંદાજે છેલ્લા 12 દિવસમાં જ 50 ટકાનો વધારો થયો છે. આ વધારો બતાવે છે કે BEL કંપની આગામી દિવસોમાં પણ બજારમાં સારું પ્રદર્શન કરશે.
કંપનીના ત્રિમાસિક પરિણામો
ભારત ઇલેક્ટ્રોનિક્સના ચોથા ક્વાર્ટરના પરિણામો ઉત્તમ રહ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 18.4 ટકા વધીને 2,127 કરોડ રૂપિયા થયો. કંપનીએ જણાવ્યું કે પાછલા નાણાકીય વર્ષ 2023-24 ના જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં તેનો PAT રૂ. 1,797 કરોડ હતો. તે જ સમયે, કંપનીની કુલ કાર્યકારી આવક 6.8 ટકા વધીને રૂ. 9,149.6 કરોડ થઈ છે, જે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. 8,564 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 8,789ય51 કરોડથી વધીને રૂ. 9,344.23 કરોડ થઈ છે. નવરત્ન સંરક્ષણ પીએસયુએ અહેવાલ આપ્યો છે કે નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં તેનો ખર્ચ વધીને રૂ. 6,476.97 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 6,399.44 કરોડ હતો.