જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું. જો કે હાલ તો માત્ર અંદરોઅંદર જ સહમતિ બનીને યુદ્ધ વિરામ કરવામાં આવ્યું. પરંતુ આતંકીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે હજી પહલગામ આતંકી હુમલાના દોષિતો ફરાર છે. તેઓને પકડવા સુરક્ષા એજન્સીઓ કડક કામગીરી કરી રહી છે. 22 એપ્રિલે થયેલા આ હુમલાને લઇને એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કરી દીધા છે હવે તેઓ અંગે માહિતી લાવનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે


[[$googlead]]

20 લાખનું ઇનામ 

શોપિયાના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવાયા છે. માહિતી આપનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 

[[$alsoread]]

વિવિધ જગ્યાએ લગાવ્યા પોસ્ટર્સ 

મહત્વનું છે કે ગયા મહિને એજન્સીઓએ 22 એપ્રિલના રોજ થયેલા આ આતંકવાદી હુમલાના ગુનેગારોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમના વિરુદ્ધ 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું, પરંતુ તેઓ અત્યાર સુધી પકડાયા નથી. આવી સ્થિતિમાં, આ વોન્ટેડ આતંકવાદીઓના ફોટા જાહેર સ્થળોએ લગાવવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના સૌથી સુંદર વિસ્તારોમાંનો એક પહેલગામ 22 એપ્રિલના રોજ અચાનક ચર્ચાનો વિષય બન્યો જ્યારે આતંકવાદીઓએ બૈસરનમાં પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કર્યો. આ હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓ માર્યા ગયા હતા. હુમલા બાદ આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. પહેલા તેમના સ્કેચ અને પછી પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા.

અનંતનાગ પોલીસે કર્યુ ટ્વિટ 

'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' તરીકે પ્રખ્યાત પહેલગામના આ પર્યટન સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ અને પુરુષો હતા. ત્યારબાદ અનંતનાગ પોલીસે તેના X હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સામેલ આતંકવાદીઓને મારવા તરફ દોરી જતી માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે."

પહેલા સ્કેચ બહાર પાડ્યા

ઈનામની જાહેરાતના થોડા સમય પહેલા જ સુરક્ષા એજન્સીઓએ પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા 3 લોકોના સ્કેચ જાહેર કર્યા હતા. ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે આ 3 શંકાસ્પદોના પાકિસ્તાન સાથે સંબંધો છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. એજન્સીઓ અનુસાર, ત્રણેય આતંકવાદીઓના 'કોડ' નામ પણ હતા - મુસા, યુનુસ અને આસિફ.

ઓપરેશન સિંદૂર 

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં અનેક સ્થળોને નિશાન બનાવીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. જોકે, આ પછી પાકિસ્તાને જવાબી કાર્યવાહી શરૂ કરી, જેનો ભારતીય સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબ આપ્યો. લગભગ 3 દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં, ભારતે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ સહિત ઘણી જગ્યાએ કાર્યવાહી કરી. આ સંઘર્ષ પછી, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા.


  • Follow us on: