જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જબરદસ્ત જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરાયેલા આ હુમલામાં 90 આતંકીઓના મોત નિપજ્યાં છે. આ ઓપરેશનમાં રૉ એ ટાર્ગેટ નક્કી કર્યો અને સેના, નેવી તથા એરફોર્સે કામ પૂરૂ કર્યું છે. જાણો આ ઓપરેશન સિંદુરની ઈનસાઈડ સ્ટોરી.
મરકજ સુભાન અલ્લાહ આતંકીઓનું કેન્દ્ર
મરકજ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરના વિસ્તારમાં NH-5 પર કરાચી તરફ સ્થિત છે. આ જૈશ એ મોહમ્મદનું મુખ્ય પ્રશિક્ષણ અને પ્રચાર કેન્દ્ર છે. જે 15 એકરમાં ફેલાયેલું છે. આ કેન્દ્ર જૈસ એ મોહમ્મદનું મુખ્ય સંચાલન કેન્દ્ર છે. આ કેન્દ્ર 14 ફેબ્રુઆરી 2019માં થયેલા પુલવામા હુમલા સહિત અનેક હુમલાઓ સાથે જોડાયેલું છે.
મરકજ સુભાન અલ્લાહની સ્થાપના
2015માં પાકિસ્તાનની પ્રાંતીય અને સંઘીય સરકારોના સમર્થન અને ગલ્ફ, આફ્રિકન દેશો (યુ.કે સહિત)માંથી એકત્ર કરાયેલા ભંડોળથી થઈ હતી.તેનું મુખ્ય કાર્ય જૈશ એ મોહમ્મદ માટે યુવાઓને પ્રશિક્ષણ અને વિચારધારાનો પ્રચાર તથા આતંકી ગતિવિધિઓની યોજના છે. તેમાં 600થી વધુ આતંકી રહે છે અને પ્રશિક્ષણ લે છે.મરકઝ સુભાન અલ્લાહ 2019ના પુલવામા હુમલાનું તાલીમ કેન્દ્ર હતું. જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ જૈશનું સૌથી મહત્વપૂર્ણ ઓપરેશનલ અને તાલીમ કેન્દ્ર છે.જ્યાં આતંકવાદીઓને શસ્ત્રો, શારીરિક અને ધાર્મિક તાલીમ આપવામાં આવે છે. આ કેન્દ્રને પાકિસ્તાનની પ્રાંતીય અને સંઘીય સરકારોનું સમર્થન છે અને તે ISI ના આશ્રય હેઠળ કાર્ય કરે છે.
પુલવામા હુમલો
આ કેન્દ્રએ 2019 ના પુલવામા હુમલા માટે આતંકવાદીઓને તાલીમ આપી હતી. ત્યારબાદ ભારતે બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા હતા.
ઓપરેશન સિંદૂરમાં લક્ષ્યો
7 મે 2025 ના રોજ, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ મરકઝ સુભાન અલ્લાહને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં સ્કેલ્પ અને હેમર મિસાઇલો જેવા ખાસ દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદૂરમાં મરકઝ સુભાન અલ્લાહ પર હુમલો
ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા 7 મે 2025 ના રોજ શરૂ કરાયેલ એક સચોટ લશ્કરી કાર્યવાહી હતી. જેનો ઉદ્દેશ્ય જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો.આ કાર્યવાહી 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય મરકઝ સુભાન અલ્લાહ હતું. મરકઝ સુભાન અલ્લાહની તાલીમ શિબિરો, શસ્ત્રોના ડેપો અને કમાન્ડ સેન્ટરો, મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને યુસુફ અઝહર જેવા જૈશ નેતાઓના છુપાયેલા સ્થળો. આ સંકુલમાં 600 થી વધુ કેડર રહેતા હતા.
હથિયાર
સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ: રાફેલ જેટથી લોન્ચ કરાયેલ, 250-560 કિમી રેન્જ, સ્ટીલ્થ ડિઝાઇન.તેનો ઉપયોગ ડીપ કમાન્ડ સેન્ટરો અને બંકરોનો નાશ કરવા માટે કરવામાં આવ્યો હતો.
હેમર મિસાઇલ: 20-70 કિ.મી. રેન્જ, લેસર અને ઇન્ફ્રારેડ ગાઈડન્સ, તેનો ઉપયોગ બંકરો અને તાલીમ સુવિધાઓ જેવા નાના લક્ષ્યોને નષ્ટ કરવા માટે થાય છે.
બ્રહ્મોસ મિસાઇલ: સુપરસોનિક ગતિ અને 400 કિમી રેન્જવાળા શસ્ત્રોના ડેપોનો નાશ કરવા માટે.
સ્પાઈસ 2000 અને Popeye બોમ્બ: મિરાજ 2000 જેટમાં તૈનાત
ડ્રોન-આધારિત માઇક્રો-મ્યુનિશન્સ: હેરોન ડ્રોનથી નાના પરંતુ મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરવા.
આ નુકસાન થયું
સેટેલાઇટ ઈમેજથી પુષ્ટિ કરાઈ છે કે મરકઝ સુભાન અલ્લાહની તાલીમ શિબિર, વ્યાયામશાળા, સ્વિમિંગ પૂલ અને શસ્ત્રોના ડેપો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
ભવિષ્યના પડકારો
2019ના બાલાકોટ હુમલા પછી પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા. ઓપરેશન સિંદૂર પછી પણ આવી શક્યતા છે. જૈશ નવા નામો હેઠળ પુનર્ગઠન કરી શકે છે. ભારતે પોતાના પગલાંને કાયદેસર બનાવવા માટે રાજદ્વારી પ્રયાસો વધારવા પડશે.આ હુમલાથી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે.













