- કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું મહત્વનું નિવેદન
- કહ્યું રામ રોમરોમમાં છે, રામ વિના ભારતની કલ્પના નહી
- પીએમ મોદીને લઇને પણ વિપક્ષીઓને આપી એક સલાહ
કોંગ્રેસના નેતા સનાતન ધર્મની પક્ષમાં તેમજ વિપક્ષના વિરોધમાં અવારનવાર પોતાનું સ્પષ્ટ મંતવ્ય આપતા જોવા મળે છે. આ નેતા છે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે. તેઓ રામમંદિરની વાત હોય કે પછી સનાતન ધર્મની. પીએમ મોદીની જ વાત કેમ ન હોય. તેઓ વિપક્ષની પણ વિરુદ્ધ જઇને પોતાનું નિવેદન આપતા ખચકાતા નથી. ત્યારે વધુ એકવાર તેમણે રામમંદિર અને પીએમ મોદીને લઇને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આકરા પ્રહારો અંગે એક નિવેદન આપ્યું છે.
રોમ રોમમાં રામ છે - આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને કહ્યુ કે હું રામજીની વાપસી માટે સમગ્ર ભારતને અભિનંદન આપું છું. રામ ભારતનો આત્મા છે અને રામ વિના ભારતની કલ્પના કરી શકાતી નથી. પાકિસ્તાનીઓ પણ રામને ધિક્કારતા નથી, તેથી ભારતમાં શ્રી રામનો વિરોધ ન હોવો જોઈએ, રામ દરેક ખૂણામાં હાજર છે.
ભગવાન રામનો વિરોધ કરનારા નાસ્તિક
તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાન રામનો વિરોધ કરનારા નાસ્તિક છે. તેમણે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન સમગ્ર દેશની ઉજવણી છે. જેમને રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે તેઓએ ત્યાં અવશ્ય જવું જોઈએ. આ તેમનું અંતિમ સૌભાગ્ય હશે. તેમણે કહ્યું કે આમંત્રણ નકારવું એ દુર્ભાગ્ય હશે.
નરેન્દ્ર મોદીનો વિરોધ કરો પણ નફરત નહી
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સલાહ આપી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે કહ્યું કે વિપક્ષી નેતાઓએ પીએમ મોદીનો વિરોધ કરવો જોઈએ પરંતુ તેમને નફરત કરવી જોઈએ નહીં. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે તમે પીએમ મોદીનો વિરોધ કરી શકો છો અને તેમના નિર્ણયોની ટીકા કરી શકો છો, પરંતુ પીએમ મોદીને નફરત કરવી એ લોકશાહીની નિશાની નથી. કેટલાક લોકો પીએમ મોદીને નફરત કરીને પોતાને બરબાદ કરી રહ્યા છે. આ નકારાત્મક ઉર્જા છે. લોકશાહીમાં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી.









