- કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગૌરવ વલ્લભ આજે જોડાયા ભાજપમાં
- સંબિત પાત્રાને પૂછ્યો હતો સવાલ કે એક ટ્રિલિયનમાં કેટલા હોય છે શૂન્ય
- ગૌરવ વલ્લભનું શું છે રાજકીય વર્તુળ ? કેટલી છે તેમની સંપત્તિ ?
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગૌરવ વલ્લભે ગુરુવારે સવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને અને બપોરે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ત્યારે એક સમયે સંબિત પાત્રાને એક ટ્રિલિયનમાં કેટલા શૂન્ય હોય તેવો સવાલ પૂછનારા ગૌરવ વલ્લભને ત્યારબાદ નેશનલ સ્તર પર ઓળખ મળી હતી.
ગૌરવ વલ્લભે ક્યારે કરી રાજનીતિની શરૂઆત ?
ગૌરવ વલ્લભે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે 2019ની ચૂંટણીમાં સૌપ્રથમ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ સામે જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. અપક્ષ ભાજપના બળવાખોર સરયુ રાય 42.59 ટકા મત મેળવીને જીત્યા હતા.
ગૌરવ વલ્લભની કેટલી છે સંપત્તિ ?
કોંગ્રેસે ગૌરવ વલ્લભને ઉદયપુરથી પણ ઉમેદવાર બનાવ્યા હતા. ત્યાં પણ તેઓ હારી ગયા હતા. રાજસ્થાનની ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિનો ખુલાસો કર્યો હતો. જે મુજબ તેમની સાથે સંપત્તિની વાત કરીએ તો તે સમયે વલ્લભની કુલ સંપત્તિ 11,56,59,986 રૂપિયા હતી. એટલે કે વલ્લભની કુલ સંપત્તિ 11.56 કરોડ રૂપિયા હતી. એફિડેવિટ અનુસાર તે સમયે ગૌરવ વલ્લભ પાસે કુલ 1,57,89,600 રૂપિયા બેંકોમાં જમા હતા. આ સિવાય વલ્લભે બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને કંપનીઓના શેર્સમાં પણ લગભગ એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમની પાસે NSS, PPF જેવી બચત યોજનાઓમાં લગભગ 72.28 લાખ રૂપિયા જમા હતા.
9ઘર અને 850 ગ્રામ સોનું
ચૂંટણી એફિડેવિટ મુજબ, ગૌરવ વલ્લભ અને તેમની પત્ની પાસે કુલ 8 રહેણાંક મકાનો અને 850 ગ્રામ સોનું હતું. આ રહેણાંક મકાનો રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને જોધપુરમાં છે. તેમની પત્નીના નામે દિલ્હી-એનસીઆરના ગુડગાંવમાં એક ઘર પણ છે. વલ્લભ પાસે 400 ગ્રામ સોનું છે જ્યારે તેની પત્ની પાસે 450 ગ્રામ સોનું છે. 1977માં જન્મેલ ગૌરવ મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના પીપર ગામના રહેવાસી છે. તેઓ જમશેદપુરની XLRI કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે.