જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશોમાં હાજર નાગરિકો પોતપોતાના દેશોમાં પાછા ફરી રહ્યા છે. આજે રાજધાની દિલ્હીમાં 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ રહી હોવાથી બસ તેની જ ચર્ચા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરી રહ્યા છે. સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે.


યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે જયશંકરને ફોન કર્યો, પહેલગામ હુમલાની નિંદા કરી

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસનો ફોન આવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તેમની સ્પષ્ટ નિંદાની હું પ્રશંસા કરું છું. હું જવાબદારીના મહત્વ પર સંમત છું. ભારત આ હુમલાના ગુનેગારો, આયોજકો અને સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે."

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોની હવે ખેર નહી

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોની ગણતરી શરૂ થઈ ગઈ છે. ભારતના ઇરાદા સ્પષ્ટ છે. આતંક અને આતંકવાદીઓ બંનેને તેમના મૂળમાંથી નાબૂદ કરવામાં આવશે. મોદી સરકારે સેનાને છૂટ આપી દીધી છે અને હવે નિર્ણયો પર અંતિમ મહોર લગાવવાનો સમય આવી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચાર મહત્વપૂર્ણ બેઠકો યોજવાના છે અને આ બેઠકો પાકિસ્તાનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આખો દેશ આ બેઠકો પર નજર રાખી રહ્યો છે.

ત્રીજી મોટી બેઠક કેબિનેટની આર્થિક બાબતોની સમિતિ (CCEA) ની હશે

સૌ પ્રથમ, કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS) બુધવારે સવારે 11 વાગ્યે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળી હતી ત્યારબાદ, પીએમની અધ્યક્ષતામાં CCPA (રાજકીય બાબતો પર કેબિનેટ સમિતિ) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે. ત્રીજી મોટી બેઠક કેબિનેટની આર્થિક બાબતોની સમિતિ (CCEA) ની હશે. તે પછી, આખરે કેબિનેટ બેઠક થશે. પહલગામ હુમલા પછી આ પહેલી કેબિનેટ બેઠક હશે. આ બેઠકમાં જ, તે દરખાસ્તો અને નિર્ણયોને મંજૂરી આપવામાં આવશે, જેના પર લાંબા વિચાર-વિમર્શ પછી સર્વસંમતિ સધાશે.

  • Follow us on: