જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના કડક નિર્ણયોથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. પાકિસ્તાન સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. બીજી તરફ, ભારતીય સેનાએ પણ યુદ્ધ કવાયત કરી.


[[$googlead]]

પાકિસ્તાને LoC પર ફાયરિંગ કર્યુ

પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) નજીક કેટલાક સ્થળોએ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો. કોઈ જાનહાનિના સમાચાર નથી.

[[$alsoread]]

બાંદીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ હાજર હોવાના સમાચાર છે. અજાસના બાજીપોરાના જંગલોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા. આ વિસ્તારમાં 1-2 આતંકવાદીઓની હાજરીની માહિતી હતી, જે હવે ફસાયેલા હોવાની શક્યતા છે.

સુરક્ષા દળોએ આતંકવાદીઓના સહયોગીઓની ધરપકડ કરી

પોલીસ,13 આરઆર અને ૩ બટાલિયન સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, આતંકવાદીઓના ત્રણ સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ તેમને હથિયારો/દારૂગોળો સાથે પકડી લીધા.

બાંદીપોરામાં એન્કાઉન્ટર બાદ લગભગ 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે

ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના કુલનાર બાજીપોરા વિસ્તારમાં LOC પર ગોળીબાર વચ્ચે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં 2 કે તેથી વધુ આતંકવાદીઓ ફસાયેલા છે. આ એન્કાઉન્ટરમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. છેલ્લા 2 દિવસમાં, બાંદીપોરામાં એન્કાઉન્ટર બાદ લગભગ 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામ પછી, જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • Follow us on: