ભારતના 5 સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાનના પઠાણકોટ, ઉધમપુર, કઠુઆ, સાંબા અને કાલૂચાકમાં પાકિસ્તાને ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તમામ બાજીઓ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી. જમ્મુ યુનિર્સિટીના ગેટ પાસે ભારતીય સેનાએ 3 ડ્રોન ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાની સેનાના બે સૌથી અદ્યતન ફાઇટર જેટ JF-17 તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનની આઠ મિસાઇલો પણ નષ્ટ કરવામાં આવી હતી.
ચીને પાકિસ્તાનને JF-17 ફાઇટર જેટ આપ્યું
ભારતીય સેનાએ બે પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 તોડી પાડ્યા. આ ઉપરાંત પાકિસ્તાને જમ્મુના સતવારી, સાંબા, આરએસ પુરા અને અરનિયા તરફ 8 મિસાઇલો છોડી હતી. પરંતુ રાહતની વાત એ હતી કે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ સમયસર બધી મિસાઇલો રોકી દીધી. કોઈ પણ મિસાઈલ તેમના લક્ષ્યોને સ્પર્શી શકી નહીં. JF-17 ની લંબાઈ લગભગ 14.9 મીટર, પાંખોનો ફેલાવો 9.45 મીટર અને ઊંચાઈ લગભગ 4.77 મીટર છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 12,474 કિલોગ્રામ સુધી છે. આ વિમાન રશિયન ક્લિમોવ RD-93 અથવા ચાઇનીઝ ગુઇઝોઉ WS-13 ટર્બોફેન એન્જિન દ્વારા સંચાલિત છે.
આ વિમાન 7 હાર્ડપોઇન્ટ્સ પર 1,500 કિલોગ્રામ સુધીના શસ્ત્રો લઈ જઈ શકે છે, જેમાં હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, હવાથી જમીન પર પ્રહાર કરતી બોમ્બ અને જહાજ વિરોધી મિસાઇલોનો સમાવેશ થાય છે. તેના શસ્ત્રોમાં ચાઇનીઝ PL-5, PL-12, PL-15 મિસાઇલો અને GPS-માર્ગદર્શિત બોમ્બનો સમાવેશ થાય છે, જે તેને હવા અને સપાટી બંને લક્ષ્યો પર હુમલો કરવા સક્ષમ બનાવે છે.