દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો કબજો ધરાવતાં કાશ્મીરના લોકોએ ભારતમાં સામેલ થઇ જવું જોઇએ, આપણે તેમને પોતાના માનીએ છીએ. રાજનાથ સિંહે આ નિવેદન જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આપ્યું હતું.
અંહી તેઓ ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે મત માંગવા પહોંચ્યા હતાં. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના નિવાસીઓને વિદેશી માને છે પણ ભારત તેમને પોતાના ગણે છે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370નું કમબેક નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 હટાવાઇ ત્યારથી કાશ્મીર ખીણમાં સુરક્ષાને લઇને મોટા બદલાવ થયાં છે. અંહીનો યુવાન પિસ્તોલ-રિવોલ્વરના સ્થાન પર લેપટોપ અને કોમ્પ્યુટર રાખવા લાગ્યો છે. પાછલા પાંચ વર્ષમાં અમે 40 હજાર નવી રોજગારીનું સર્જન કર્યું છે.










