ભારત સામે સતત નાપાક હરકતો કરતાં પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી હજુ તો પાઠ ભણાવ્યો છે ત્યાં તેની સ્થિતિ ભૂખમરામાં બદલાઈ ગઈ છે. કુપોષણ અને ખેતીવાડીને સૌથી વધુ અસર થઈ છે. કિસ્તાનમાં કૃષિ સંકટ અને વિદેશી ભંડોળમાં ઘટાડાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. માનવતાવાદી ધોરણે વૈશ્વિક સંસ્થાઓ તરફથી પાકિસ્તાનને મળતી નાણાકીય સહાયમાં ઘટાડો થયો છે, જેના કારણે ખાતરની અછત છે. કુપોષણનો પડકાર પણ સામે આવ્યો છે.


પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓને આશ્રય આપે છે અને આખી દુનિયા આ વાત જાણે છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હજુ તો ઓપરેશન કર્યું જો યુદ્ધ થાય તો પાકિસ્તાનની સ્થિતિ શું થાય તે હવે સમગ્ર દુનિયા સમજી શકે છે. પાકિસ્તાન ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકાયેલું છે. ડિસેમ્બર 2024 સુધીમાં ખાદ્ય ફુગાવો ઘટીને 0.3 ટકા થયો, જે વર્ષની શરૂઆતમાં બે આંકડાથી નીચે હતો, પરંતુ ગરીબી અને બેરોજગારી ખોરાકને પહોંચી વળવું મોટો અવરોધ છે.

આતંકવાદીઓ પર વધુ ખર્ચ

પાકિસ્તાન સરકાર તેના નાગરિકોની સુરક્ષા કરતાં આતંકવાદીઓ પર વધુ ખર્ચ કરી રહી છે. તાજેતરમાં જ શાહબાઝ સરકારે આતંકવાદી મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી ત્યાંની સરકાર આતંકવાદીઓને પોષશે અને મદદ કરશે, ત્યાં સુધી સામાન્ય નાગરિકોનું રક્ષણ કરવું ખૂબ મુશ્કેલ રહેશે.

પૂર, હવામાન ઘટનાઓ પડકાર

વર્ષ 2022માં પૂરની સ્થિતિથી પાકિસ્તાન વધુ મુશ્કેલીમાં મુકાયું હતું. 2023 અને 2024 માં ભારે હવામાન ઘટનાઓ આજીવિકાનો નાશ કરશે. ખાસ કરીને પાકિસ્તાનના ગ્રામીણ બલુચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તુનખ્વામાં આ કટોકટી ગંભીર બનનારી છે, આ વિસ્તારોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જેના કારણે કૃષિ નુકસાન વધી રહ્યું છે અને તેના પર નિર્ભર ખેડૂતો દેવાના ઊંડા જાળમાં ફસાઈ રહ્યા છે.

2.2 મિલિયન લોકો કટોકટીમાં

રિપોર્ટના તાજેતરના મૂલ્યાંકન મુજબ, પાકિસ્તાનમાં 11 મિલિયન લોકો IPC ફેઝ 3 કટોકટી અથવા તેનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, જ્યારે 2.2 મિલિયન લોકો કટોકટી જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સિંધ અને ખૈબર પખ્તુનખ્વામાં વધતું કુપોષણ ચિંતા સમાન છે, ઓછા વજનવાળા બાળકો જન્મી રહ્યા છે અને ઝાડા અને ફેફસાના ચેપના બનાવો વધી રહ્યા છે. આ પડકારોને પરિણામે માનવતાવાદી રોકાણમાં ઘટાડો, જેના કારણે ખાદ્ય સહાય કાર્યક્રમોને નબળો પડ્યો છે. વૈશ્વિક સંસ્થાઓ તરફથી માનવતાવાદી ધોરણે પાકિસ્તાનને મળતી નાણાકીય સહાયમાં ઘટાડો થયો છે.



  • Follow us on: