મે માસની શરૂઆતમાં ભારતે પાકિસ્તાન ઉપર કરેલા પહેલગામના પ્રત્યાઘાતી પ્રહારસમા 'ઓપરેશન સિંદૂર' છતાં પાકિસ્તાન પોતાના સૈન્યના ચીફને બઢતી આપી છે. ભારત સામે હારવા છતાં શાહબાઝ સરકારે આ આશ્ચર્યકારક નિર્ણય લીધો છે. જોકે, હુમલો થયો હોવાની વાત સ્વીકારવા છતાં પાકિસ્તાન સરકારે તેના આર્મી જનરલને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે.


પાકિસ્તાન કેબિનેટે જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ભારત તરફથી અપમાનનો સામનો કરવા છતાં, આર્મી ચીફને બઢતી આપી. જેથી તેઓ દુનિયામાં એવો પ્રચાર ફેલાવી શકે કે પાકિસ્તાને આ યુદ્ધ જીતી લીધું છે.

ગેરમાર્ગે દોરતી પાકિસ્તાની જનતા

ભારત સામે હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. ત્યાંની શાહબાઝ સરકાર જીતનો દાવો કરીને ખોટી માહિતીના આધારે જનતાને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી રહી છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ ઘણા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. જોકે, આના બદલામાં પાકિસ્તાને તેના આર્મી ચીફ અસીમ મુનીરને બઢતી આપી. પાકિસ્તાનની કેબિનેટે મંગળવારે આ નિર્ણય લીધો છે. જનરલ અસીમ મુનીર દેશના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, આ પહેલા અયુબ ખાને 1959-1967 દરમિયાન આ પદ સંભાળ્યું હતું.

પાકિસ્તાન સતત પ્રચાર યુદ્ધ ચલાવી રહ્યું છે

શાહબાઝ સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તે દુનિયાને સંદેશ આપી શકે કે આર્મી ચીફ મુનીરે પાકિસ્તાનને જીત અપાવી છે. એટલા માટે તેમને બઢતી આપવામાં આવી છે. પણ સત્ય તેનાથી વિપરીત છે. કારણ કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને જ્યાં ઇચ્છ્યું ત્યાં હુમલો કર્યો અને ટેરરિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અસીમ મુનીર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે.આર્મી ચીફ બનતા પહેલા, તેઓ GHQ માં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા.

  • Follow us on: