• સોશિયલ મીડિયા પર શખ્સ બરેલીની યુવતીના સંપર્કમાં આવ્યો હતો
  • યુવતીના નંબરનો આઇપી એડ્રેસ ચેક કરતાં કરાંચીનો હોવાનું ખૂલ્યું
  • નાણાં મંત્રાલય. G20 સહિતની ગોપનીય માહિતી કરાંચી મોકલતો હતો

ભારતીય નાણા મંત્રાલયમાં કોન્ટ્રકટ બેઝીઝ પર કામ કરતા શખ્સની જાસુસીના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. IBના ઈનપુટ પર ગાઝિયાબાદ પોલીસે નવીન પાલ નામના શખ્સની ક્રોસિંગ રિપબ્લિકથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે પાકિસ્તાનના કરાંચીના શખ્સને ભારતની ગુપ્ત જાણકારી અને ડોક્યુમેન્ટ મોકલ્યા હતા.

ધરપકડ કરવામાં આવેલ નવીન પાલની ગાઝિયાબાદ પોલીસ અને સેન્ટ્રલ એજન્સી સતત પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તે યુવતી સાથે વ્હોટ્સએપ પર વાત કરતો હતો. નવીનને તે યુવતી પોતે બરેલીની હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે પાકિસ્તાનના કરાંચીમાં રહેતો કોઈ શખ્સ હતો.

વાસ્તવમાં, નવીનને તે યુવતીએ પોતાનું નામ અંજલી જણાવ્યું હતું. વ્હોટ્સએપનો વર્ચ્યુઅલ નંબર બરેલીનો જ હતો, પરંતુ જ્યારે એજન્સીએ તે નંબરના આઇપી એડ્રેસની તપાસ કરી તો તે નંબર કરાંચીનો નીકળ્યો. આ મામલે અલવરની એક મહિલા પણ એજન્સીની રડાર પર છે. અલવરની એક મહિલાના પેટીએમથી નવીનના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પોલીસે આ મામલે દાખલ કરી છે FIR

દાખલ કરવામાં આવેલ FIR મુજબ, ગાઝિયાબાદમાં કામ કરતો નવીન પાલ કોન્ટ્રાક્ટ બેઝ પર નાણાં મંત્રાલયમાં MTS તરીકે કામ કરતો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ સંદિગ્ધ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે પોલિસીને લગતી મહત્વની માહિતી શેર કરી હતી, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર પ્રતિકૂળ પ્રભાવ પરી રહ્યો છે, ગોપનીય દસ્તાવેજ જેનાથી અન્ય રાષ્ટ્રોની સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રભાવિત થવાની આશંકા છે.

મોબાઈલ ફોનથી થયો ખુલાસો

પોલીસ આરોપી શખ્સની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી તે પહેલા તો ગોળ-ગોળ વાતો કરવા લાગ્યો, બાદમાં જ્યારે પોલીસ તેના મોબાઈલ ફોનની ઊંડી તપાસ કરી તો તેણે સિક્રેટ નામથી સેવ કરેલ નંબર પર અનેક ગુપ્ત દસ્તાવેજ મોકલ્યા હતા. તેની સાથે જ બેકઅપમાં જઈને પોલીસે જોયું તો ખબર પડી કે તેમાં ભારતીય નાણાં મંત્રાલય, G20 સમિટ સહિત અનેક ગુપ્ત દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.

નોંધ: મહત્વનું છે કે આ શખ્સને પહેલા વિદેશ મંત્રાલયમાં કાર્યરત કર્મચારી બતાવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ FIRમાં જણાવ્યા અનુસાર આ શખ્સ નાણાં મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યો હતો.


  • Follow us on: