પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણય ભર્યા છે. ભારત સરકારે 5 મોટા અને કડક નિર્ણયો પાકિસ્તાન વિરૂદ્ધ લીધા છે, જે સ્પષ્ટ કરે છે કે હવે દેશ કોઈપણ કિંમતે આતંકવાદને સહન કરશે નહીં. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયો વિશે માહિતી આપી છે.


ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી

[[$googlead]]

  • પહેલો નિર્ણય એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ એક મોટું પગલું છે જે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવરને પણ રોકી દેશે.
  • બીજો નિર્ણય એ છે કે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ હવે બંધ રહેશે. આને રાજદ્વારી સંબંધોમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
  • આ સાથે, ભારતે ત્રીજું કડક પગલું ભર્યું છે અને સિંધુ જળ સંધિ પણ અટકાવી દીધી છે. આનાથી પાકિસ્તાન પર મોટાપાયે અસર પડશે.
  • ચોથો નિર્ણય એ છે કે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • પાંચમો અને મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે પાકિસ્તાનીઓને ભારતીય વિઝા નહીં મળે.
આ બધા પગલાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે આતંકવાદનો સીધો અને મજબૂત જવાબ આપી રહ્યું છે. સરકારે એમ પણ કહ્યું કે દેશની સુરક્ષા સૌથી પહેલા આવે છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા CCSની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

[[$alsoread]]
  • Follow us on: