• મહિલાઓ પર બળાત્કાર કરવાના કેસો સતત વધી રહ્યા

  • બળાત્કારીઓને લઈને બિહારના સાંસદે મોટો સવાલ કર્યો
  • શું બળાત્કારીઓને ત્રણ મહિનાની અંદર ફાંસી આપવાનો કોઈ કાયદો છે?

દેશમાં મહિલાઓ પર બળાત્કાર કરવાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે તાજેત્તરમાં જ પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મહિલા તબીબ પર પણ રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ત્યારે બળાત્કારીઓને લઈને બિહારના સાંસદે મોટો સવાલ કર્યો છે.

શું બળાત્કારીઓને 3 મહિનામાં ફાંસી આપવાનો કોઈ કાયદો છે: પપ્પુ યાદવ

બિહારના સાંસદ પપ્પુ યાદવે કેન્દ્ર સરકારને મોટો સવાલ પૂછ્યો કે શું બળાત્કારીઓને 3 મહિનામાં ફાંસી આપવાનો કોઈ કાયદો છે. પપ્પુ યાદવે કહ્યું, "અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પૂછીશું કે શું બળાત્કારીઓને ત્રણ મહિનાની અંદર ફાંસી આપવાનો કોઈ કાયદો છે? શું બળાત્કારીઓને ત્રણ મહિનામાં ફાંસી આપી શકાય? શું ગરીબ આ પછી દલિતોની દીકરીઓ પર બળાત્કાર નહીં થાય? કોઈપણ જ્ઞાતિની દીકરીઓ પર બળાત્કાર નહીં થાય"

કોલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં આરોપીઓ સામે લોકોમાં ભારે રોષ

તમને જણાવી દઈએ કે કોલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં આરોપીઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે હવે ટ્રેઈની ડોક્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે અને સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની પેનલ આ કેસની સુનાવણી 20 ઓગસ્ટે કરશે.

સમગ્ર કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ડોક્ટરો દ્વારા ઠેરઠેર જગ્યાએ રેલીઓ કાઢીને ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે જ IMAએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેસમાં હસ્તક્ષેપની માગ કરી છે. સાથે જ ડોક્ટરોની સુરક્ષા માટે પણ કાયદો બનાવવાની માગણી કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે અને 30 વધુ લોકો સીબીઆઈની રડારમાં છે, જેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Follow us on: