- પપ્પુ યાદવે પુર્ણિયા બેઠક માટે ભર્યુ ઉમેદવારી ફોર્મ
- મોટી સંખ્યામાં સમર્થકો સાથે બુલેટ લઇને પહોંચ્યા
- નામાંકન ભર્યા બાદ કહ્યું કે કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત છે
બિહારમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તેમાં પણ પપ્પુ યાદવે પુર્ણિયા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાને લઇને છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયુ હતું ત્યારે હવે પપ્પુ યાદવે લાલુ યાદવ અને રાહુલગાંધીની વાતને ગણકાર્યા વિના પુર્ણિયાથી ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ શું કહ્યું ?
તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જણાવ્યું કે કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત છે. નિર્દલીય ચૂંટણી લડવી પડી. ઘણા લોકોએ રાજનીતિની હત્યા કરવાનું ષડયંત્ર કર્યું. પૂર્ણિયાના લોકોએ હંમેશા પપ્પુ યાદવને જાતિથી ઉપર રાખ્યો છે... દરેકનો એક અવાજ છે, પપ્પુ અને પૂર્ણિયા... હું INDIA ગઠબંધનને મજબૂત બનાવીશ, મારો સંકલ્પ રાહુલ ગાંધી છે..."
આશીર્વાદથી વિશેષ કંઇ જોઇતુ નથી- પપ્પુ યાદવ
તો ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા પપ્પુ યાદવે જણાવ્યું હતું કે મારા માટે વ્યક્તિ મહત્વનો છે, દિવસ નહીં. એક માણસ તરીકે મારા માટે દરેક દિવસ મહત્વપૂર્ણ છે. યાદવે કહ્યું કે મારા માટે જાતિ મહત્વની નથી, મનુષ્ય મારા માટે ભગવાન સમાન છે. મારા માટે હિંદુ-મુસ્લિમ મહત્વના નથી, વ્યક્તિનું જીવન, તેની ખુશી, તેની હસવાની તક મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ નેતા પપ્પુ યાદવે કહ્યું કે મેં બાળપણથી જ મનુષ્યની પૂજા કરી છે. તેણે કહ્યું કે મારી અને પૂર્ણિયા વચ્ચેનો સંબંધ અલગ છે. મેં અહીંના લોકોનું દિલ જીત્યું છે અને તેથી જ અહીંના લોકો મને આશીર્વાદ આપે છે. મને અહીં મારી માતા અને બહેનોના આશીર્વાદ ભગવાન જેવા મળ્યા છે. મારે આનાથી વધુ કંઈ જોઈતું નથી.
ઇન્ડિ ગઠબંધનમાંથી પૂર્ણિયા પર કોણ ઉમેદવાર ?
ઉલ્લેખનીય છે કે આરજેડી ઉમેદવાર બીમા ભારતીએ મહાગઠબંધનના ઉમેદવાર તરીકે પૂર્ણિયા લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણીની મોસમમાં બીમા ભારતી નીતિશની જેડીયુ છોડીને લાલુની આરજેડીમાં જોડાઈ ગયા છે.









