બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો દાવો કરાયો છે.  કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી લોરેન્સ ગેંગ તરફથી આપવામાં આવી છે. પપ્પુ યાદવને ધમકી ભર્યો કોલ કરનારાએ દાવો કર્યો કે સતત પપ્પુ યાદવના લોકેશનની રેકી કરવામાં આવી રહી છે . તેઓને જાનથી મારી નાંખશે. એટલું જ નહીં પપ્પુ યાદવને પણ સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપી છે જેથી તેના પર કાર્યવાહી થઈ શકે.

બિહાર ડીજીપીને કરી જાણ 
આ મામલે પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા ધમકી અપાઇ હોવાનો દાવો કરાયો છે. સલમાન ખાનના કેસમાં ન પડવા કહ્યું છે. જો કે આ મામલે બિહારના ડીજીપીને ફરિયાદ કરતા તપાસ તેજ કરવામાં આવી છે.  

પપ્પૂ યાદવે લોરેન્સને ફેંક્યો હતો પડકાર 

ઉલ્લેખનીય છે કે  પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો..તેમણે કહ્યું કે એક અપરાધી જેલમાં બેસીને પડકાર ફેંકી રહ્યો છે. લોકોને મારી રહ્યો છે. તમામ લોકો મૂક દર્શક બનીને જોઇ રહ્યો છે. પપ્પૂ યાદવે કહ્યું કે લોરેન્સ બિશ્નોઇએ મૂસેવાલાને માર્યો, તો ક્યારેક કરણી સેનાના પ્રમુખને અને હવે ઉદ્યોગપતિ અને રાજનેતાને મારી નંખાયા. પપ્પૂ યાદવે લોરેન્સ બિશ્નોઇને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો અને પડકાર ફેંક્યો કે જો કાયદો મને અનુમતિ આપે તો 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઇ જેવા 2 ટકાના ગુનેગારનું આખુ નેટવર્ક ખતમ કરી દઉં.

બિશ્નોઇ ગેંગે લીધી હતી સિદ્દીકીના હત્યાની જવાબદારી 

મહત્વનું છે કે પપ્પૂ યાદવે બાબા સિદ્દીકીની હત્યા બાદ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે  બાબા સિદ્દીકીને બિહારના પુત્ર ગણાવ્યા હતા. વાસ્તવમાં બાબા સિદ્દીકી બિહારના હતા અને બાદમાં મુંબઈ જઈને પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા બાબા સિદ્દીકીની દશેરાના દિવસે શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. મહત્વનું છે કે બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી મોટી હસ્તીઓ આવતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.




  • Follow us on: