- પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ આજે ડિસક્વોલીફાય જાહેર થયા
- ફાઇનલ સુધી પહોંચ્યા બાદ ડિસક્વોલીફાય થતા પ્રશંસકો નિરાશ
- PM મોદીએ ટ્વીટ કર્યુ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો
પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ આજે ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવ્યા હતા. વિનેશ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાર બાદ આજે વિનેશ ફોગાટ મુદ્દે PM મોદીએ ટ્વીટ કર્યુ છે.
વિનેશ તમે ભારતનું ગૌરવ છો
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો. વિનેશ તમે ભારતનું ગૌરવ છો. તમે ભારતનું ગૌરવ છો. દરેક ભારતીય માટે પ્રેરણોસ્ત્રોત છો. આજનો ઘટનાક્રમ આઘાતજનક છે. શબ્દોમાં તેનું વર્ણન ન કરી શકાય. તમે વધુ મજબૂત થઇ કમબેક કરશો. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.
આજનો ઘટનાક્રમ આઘાતજનક છે
વિનેશની અયોગ્ય જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.PM મોદીએ વિનેશની રમતની પ્રશંસા કરી હતી. વિનેશ મેડલ ચૂકી ગયા બાદ પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ હતુ અને લખ્યુ કે આજનો ઘટનાક્રમ આઘાતજનક છે. શબ્દોમાં તેનું વર્ણન ન કરી શકાય.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પુષ્ટિ કરી
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પાછળથી આની પુષ્ટિ કરી અને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવા કહ્યું. IOAએ કહ્યું, 'અમને એ જણાવતા અફસોસ થાય છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ટીમના આખી રાતના અથાક પ્રયાસો છતાં સવારે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
આજે સવારે તેનું વજન વધારે હોવાનું જણાયું હતું
બુધવારે એક આઘાતજનક ઘટનાક્રમમાં, વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે તેણીનું વજન મહિલાઓની 50 કિગ્રા સ્પર્ધાની ફાઈનલ પહેલા વધુ હતું. વિનેશે મંગળવારે રાત્રે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે તેનું વજન વધારે હોવાનું જણાયું હતું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
વિનેશ ફોગાટ બેહોશ થઈ
વિનેશ ફોગાટ બેભાન થઈ ગયા છે, ત્યારબાદ તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને IV પ્રવાહી આપવાની ભલામણ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.









