બાબા સાહેબ આંબેડકરને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરતા વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અન્ય એક સાંસદને ધક્કો માર્યો જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિરોધ દરમિયાન રાહુલ પર ભાજપના બે સાંસદો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. ત્યારે બીજેપી સાંસદને ઇજાગ્રસ્ત થયેલા જોઇને રાહુલ ગાંધી શું બોલ્યા તેનો એક વીડિયો સામે આવ્યો છે.

રાહુલ ગાંધી શું બોલ્યા ? 

ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળ્યું છે કે બીજેપી સાંસદ પડી ગયા હતા તેઓ ચેરમાં બેઠેલા હતા. બીજેપીના અન્ય સાંસદો તેમને સંભાળી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રાહુલ ગાંધી આવતા જોવા મળે છે અને રાહુલ ગાંધીને આવે છે. આ દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેનો બોલે છે કે રાહુલ ગાંધી તમને શરમ નથી આવતી? તમે ગુંડાગીરી કરો છો, વૃદ્ધાને ધક્કો મારો છો.. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે મને ધક્કો માર્યો. આ પછી રાહુલ ગાંધી ત્યાંથી પરત ફરી જાય છે.  આ દરમિયાન બીજેપી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હાલ બીજેપી સાંસદ પ્રતાપ સારંહી આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે.


મને સદનમાં જતો અટકાવ્યો- રાહુલ ગાંધી 

રાહુલે કહ્યું કે હું સંસદની અંદર જવા માંગતો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે, મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદો ધક્કો મારી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંસદનું પ્રવેશદ્વાર છે. ભાજપના સાંસદો મને ધક્કો મારતા હતા અને ધમકીઓ આપતા હતા. ભાજપના સાંસદોએ પ્રવેશદ્વાર રોકી દીધો હતો. 

શું છે મામલો ?

મહત્વનું છે કે ગુરુવારે સંસદ પરિસરમાં બીજેપી-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ભાજપે કોંગ્રેસ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તે સંસદ પરિસરમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સામે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદો પણ વિરોધ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદો વિરોધ કરી રહ્યા હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યસભામાં આંબેડકર પર આપેલા નિવેદન માટે માફી માંગવાની માગ કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા. પ્રતાપ સારંગીના કહેવા મુજબ તેઓ સીડી પાસે ઉભો હતો. રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમણે એક સાંસદને ધક્કો માર્યો જે તેમની પર પડી ગયા. ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને ધક્કો માર્યો, જેના કારણે તેના સાંસદ પ્રતાપ સારંગી પડી ગયા અને માથામાં ઈજા થઈ.

  • Follow us on: