સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે. સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. ત્યારે આજે પીએમ મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા ઉપસ્થિત રહ્યા છે. તેમણે સંબોધન કરતા કહ્યું કે જમીન સાથે જોડાયેલા લોકો જ્યારે જમીન પર જીવન ખપાવે છે ત્યારે જમીન પર બદલાવ નિશ્ચિત થઇને જ રહે છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ગરીબોને ખોટા નારા નહી સાચો વિકાસ આપ્યો છે. ગરીબનુ દુઃખ, સામાન્ય માણસની તકલીફ અને મિડલ ક્લાસના સપના એમ જ નથી સમજી શકાતા. તેને માટે હિંમત જોઇએ. પણ મને લાગે છે કે કેટલાક લોકોમાં આ સાહસ છે જ નહી.


કોંગ્રેસને પીએમ મોદીએ લીધુ આડેહાથ

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનો ફોક્સ ઘરોમાં Jacuzzi પર, કેટલાક લોકોના સ્ટાઇલિશ શાવર પર છે. પરંતુ અમારુ ફોકસ દરેક ઘરે પાણી પહોંચાડવા માટે છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો ગરીબોની ઝૂંપડીમાં જઇને ફોટો સેશન કરાવે છે તેમને સાંસદમાં ગરીબો પરની વાત બોરિંગ જ લાગવાની. પીએમ મોદીએ એક પીએમને મિસ્ટર ક્લીન કહીને બોલવાની આદત હતી. પીએમ મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધીને આડેહાથ લીધા. તેમણે 1 રૂપિયા અને 15 પૈસા વાળા ભાષણનો ઉલ્લેખ કર્યો. 


મિસ્ટર ક્લીન કહેવાની ફેશન બની ગઇ હતી- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે  આપણા દેશમાં એક વખત વડાપ્રધાન હતા, તેમને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન બની ગઈ હતી. તેમણે એક સમસ્યા ઓળખી કાઢી હતી અને કહ્યું હતું કે જ્યારે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, ત્યારે ગામડાઓમાં ફક્ત 15 પૈસા જ પહોંચે છે. તે સમય સુધી, સંસદમાં પણ એક જ પક્ષનું શાસન હતું. તેમણે આ વાત જાહેરમાં કહી હતી. આ અદ્ભુત હાથની ચાલાકી હતી. દેશે અમને તક આપી, અમે ઉકેલો શોધવાનો પ્રયાસ કર્યો. અમારા કાર્યકાળ દરમિયાન, 40 કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા. દેશની કમનસીબી જુઓ, સરકાર કેવી રીતે અને કોના માટે ચલાવવામાં આવી હતી.


10 કરોડ ફેક લોકોને દૂર કર્યા-પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે સાચા લોકોને અન્યાય ન થાય તે માટે અમે નકલી લાભાર્થીઓને દૂર કર્યા અને વાસ્તવિક લાભાર્થીઓને શોધવા અને તેમને મદદ પૂરી પાડવા માટે એક અભિયાન શરૂ કર્યું. જ્યારે 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા, ત્યારે ૩ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા. અમે સરકારી ખરીદીમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. પારદર્શિતા લાવી.  


પીએમ મોદીએ ગુજરાતને કર્યુ યાદ 

પીએમ મોદીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત મેળવી.  પીએમ મોદીએ કહ્યું કે સંવિધાન અને લોકતંત્રની આત્મા શું હોય છે.? પીએમ મોદીએ ગુજરાતને યાદ કરતા કહ્યું કે જ્યારે ગોલ્ડન જ્યુબલિ યર હતુ ત્યારે છેલ્લા 50 વર્ષમાં સદનમાં જેટલા ગર્વનરના ભાષણ થયા હોય. તમામને એક પુસ્તકના રૂપમાં તૈયાર કરવામાં આવે . અને આજે તમામ લાયબ્રેરીમાં તે ગ્રંથ અવેલેબલ છે. ગુજરાતમાં તો વધારે કોંગ્રેસની સરકાર હતી. અમે તેમની પણ સરકાર સમયના ગર્વનરના ભાષણને ગ્રંથ રૂપે બનાવડાવ્યા.  કારણ કે અમે સંવિધાનને જીવીએ છીએ. 

  • Follow us on: