સંસદના વર્તમાન બજેટ સત્રના પહેલા ભાગની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ છે. જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. વિપક્ષના હોબાળા વચ્ચે JPC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ પહેલા, ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં વક્ફ પર JPC રિપોર્ટ રજૂ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ વક્ફ બિલને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવીને પાછું ખેંચવાની માંગ કરી છે.

income tax bill પણ કરાયુ રજૂ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ રજૂ થતાં જ તેને સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. સ્પીકર સમિતિની રચના કરશે. પસંદગી સમિતિ આગામી સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે.
  • Follow us on: