• લોકસભામાં ફરી વળ્યુ હાસ્યનું મોજુ
  • જ્યારે ગિરિરાજ સિંહે વિપક્ષી સાંસદને ઉંઘતા ઝડપ્યા
  • કરી એવી ટિપ્પણી કે સંસદમાં ફરી વળ્યુ હાસ્યનું મોજૂ

હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ ક્યારેક વોકઆઉટ તો ક્યારેક હોબાળો કરી રહ્યુ છે. પછી તે બજેટની ચર્ચાની વાત હોય કે પછી વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થયાની. ત્યારે ગઇકાલે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સદનમાં સૌ કોઇ ખડખડાટ હસી પડ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.


[[$googlead]]

ગઇકાલે લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂ દ્વારા વક્ફ સંશોધન બિલ રજૂ કરાયુ હતું. જેનો જેડીયુ સિવાય તમામ રાજકીય પાર્ટીએ વિરોધ કર્યો હતો. જે બાદ કિરણ રિજિજૂ વિપક્ષના સવાલોનો જવાબ આપી રહ્યા હતા. તે દરમિયાન જ વિપક્ષના કોઇ સાંસદ ઉંઘતા ઝડપાયા.

[[$alsoread]]

ગિરિરાજ સિંહે ઉંઘતા ઝડપ્યા

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષી સાંસદને ઉંઘતા ઝડપી લીધા. તેમણે કિરણ રિજિજૂના સંબોધન દરમિયાન જ ટિપ્પણી કરી કે અરે..દાદા તો સો ગયે. બસ આ ટિપ્પણી બાદ હાજર સત્તા પક્ષના સાંસદોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ કિરણ રિજિજૂએ પણ ટિપ્પણી કરી કે દરેક સમયે ન બોલશો, તમને ઉંઘ આવી જશે.

ઉંઘતા ઝડપાયા વિપક્ષી નેતા

મહત્વનું છે કે વક્ફ સંશોધન બિલ પર કિરણરિજૂજૂ બોલી રહ્યા હતા કે મહિલાઓનું રિપ્રેઝન્ટેશન અનિવાર્ય થઇ ગયુ છે. તે દરમિયાન તેમણે વિપક્ષના એક સવાલને ટાંકીને જવાબ આપ્યો પરંતુ તે દરમિયાન તે વિપક્ષી સાંસદ ઉંઘતા દેખાતા ગિરિરાજ સિંહે રમૂજ અંદાજમાં ટિપ્પણી કરી હતી. ત્યારબાદ કિરણરિજિજૂએ પણ ટિપ્પણી કરી કે કાલે રાત્રે તેઓ શું કરતા હતા તે હું નહી પૂછું. આમ કહેતા જ ફરી એકવાર સદનમાં હાસ્યનું મોજૂ ફરી વળ્યુ હતું.


  • Follow us on: