ગુરુવારે સંસદ ભવનના પરિસરમાં બીજેપી અને કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી સર્જાતા બીજેપીના 2 સાંસદ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. બીજેપી સાંસદ દ્વારા રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે મુદ્દે નાગાલેન્ડના બીજેપી સાંસદે પણ રાહુલ ગાંધી પર કેટલાક આક્ષેપ કર્યા છે.


[[$googlead]]

બીજેપી મહિલા સાંસદે લગાવ્યા આરોપ

નાગાલેન્ડના બીજેપી સાંસદે આક્ષેપ કરતા જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. રાહુલ ગાંધી આવ્યા અને આમ નજીક જ આવીને ઉભા રહી ગયા. તેઓ બૂમો પાડવા લાગ્યા. હું તે સમયે અસહજ થઇ ગઇ. રાહુલ ગાંધીને આવુ વર્તન શોભતુ નથી. મે આ અંગે અધ્યક્ષને ફરિયાદ કરી છે.

[[$alsoread]]

નાગાલેન્ડના બીજેપી સાંસદ ફાંગનોન કોન્યાકે કહ્યું હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. મેં મારી સુરક્ષાની માંગણી કરી છે.  આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઉભા રહ્યા. હું અસ્વસ્થ બની ગઇ. રાહુલ ગાંધી મારા પર બૂમો પાડવા લાગ્યા. મહિલા સાંસદ પર આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને રક્ષણ જોઈએ છે. તેણીએ કહ્યું કે, હું અનુસૂચિત જનજાતિ વર્ગની છું અને મને રાહુલનું આ વર્તન પસંદ નહોતું.

હું આ બાબતે ધ્યાન આપી રહ્યો છું- જગદીપ ધનખડ

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સ્વીકાર્યું છે કે તેમને મહિલા સાંસદ તરફથી ફરિયાદ મળી છે. મહિલા સાંસદ રડતી રડતી તેમની પાસે આવી.રી પાસે માહિતી છે. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. સાંસદ મને મળ્યા છે. હું આની ચર્ચા કરી રહ્યો છું. તે ભારે આઘાતમાં હતો. હું આ બાબત પર ધ્યાન આપી રહ્યો છું



  • Follow us on: