• રાજ્યસભામાં જયાબચ્ચનને સ્પીકરે આપ્યો વળતો જવાબ
  • અમિતાભ બચ્ચનના નામથી જયા બચ્ચન થયા હતા ગુસ્સે
  • આજે સંસદ સત્ર શરૂ થતા જ આપ્યો જવાબ
ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનના પત્ની અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં ગુસ્સે થઇ ગયા હતા. તેમનું કહેવુ એમ હતું કે જયા બચ્ચન કહો. જયા અમિતાભ બચ્ચન તેવુ બોલવાની જરૂર નથી. જેનો વીડિયો પણ સોમવારે સામે આવ્યો હતો. ત્યારે હવે આ મામલે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે જયા બચ્ચનને આ અંગે રોકડો જવાબ પરખાવી દીધો છે.

જગદીપ ધનખરે સંભળાવી દીધું
રાજ્યસભાના સ્પીકરે સ્પષ્ટ કર્યુ કે રાજ્યસભાના રેકોર્ડમાં જયા અમિતાભ બચ્ચન જ નામ છે. એટલે તેમને આ નામથી બોલાવવામાં આવ્યા છે. જે તેમના ચૂંટણી પ્રમાણપત્ર અને રાજ્યસભાના રેકોર્ડમાં નોંધાયેલ છે. મહત્વનું છે કે મંગળવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જ અધ્યક્ષ જગદીપ ધનખરે જયા બચ્ચનને જવાબ આપી દીધો હતો. તેમણે જયા બચ્ચનના આ ગુસ્સાને
ગેરકાનૂની ગણાવ્યો અને કહ્યું કે સત્તાવાર રેકોર્ડમાં તમારું નામ 'જયા અમિતાભ બચ્ચન' તરીકે લખાયેલું છે. તેથી તમને આ નામથી બોલાવવામાં આવ્યા છે.

ઉપસભા પતિ સામે વ્યક્ત કર્યો હતો રોષ
જોકે જ્યારે અધ્યક્ષ આ માહિતી આપી રહ્યા હતા ત્યારે જયા બચ્ચન રાજ્યસભામાં નહોતા. તેમણે વક્તવ્યને સમાપ્ત કરતા અધ્યક્ષે કહ્યું કે તમે બધા જાણો છો કે ઉપાધ્યક્ષ હરિવંશજી ખૂબ જ સરળ અને નિયમનું પાલન કરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. રાજ્યસભાને માહિતી આપતા અધ્યક્ષે કહ્યું કે ઉપસભાપતિએ 29 જુલાઈના રોજ ચર્ચા માટે તેમને 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચન'ને બોલાવ્યા હતા. આના પર માનનીય સભ્યએ વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને ફક્ત જયા બચ્ચન કહેવા જોઈએ.

શું બોલ્યા હતા જયા બચ્ચન ?
મહત્વનું છે કે સોમવારે રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન ત્યારે ગુસ્સે થઈ ગયા જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે બજેટ પર ચર્ચા દરમિયાન તેમને ફુલ નેમથી બોલાવ્યા. ઉપાધ્યક્ષે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા. આના પર જયાએ કહ્યું કે જો જયા બચ્ચન બોલ્યા હોત તો પૂરતું હતું. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. જયા બચ્ચને કહ્યું કે હવે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પત્નીને તેના પતિના નામથી ઓળખવામાં આવે. જાણ કે પત્નિની પોતાની કોઇ ઓળખ જ હોય. જો કે તેજ સમયે ઉપાધ્યક્ષે જયાને અટકાવ્યા અને કહ્યું કે તમારી પાસે ઘણી સિદ્ધિઓ છે.

  • Follow us on: