- સભાપતિના સંબોધન પર જયા બચ્ચનને આવ્યો ગુસ્સો
- જયા અમિતાભ બચ્ચન કહેતા જયા બચ્ચન ભડક્યા
- વિપક્ષે રાજ્યસભામાંથી કર્યુ વોકઆઉટ
રાજયસભામાં આજે સપા સાંસ જયા બચ્ચને સભાપતિના બોલવાના અંદાજ પર વાંધો ઉઠાવ્યો. જયા બચ્ચને કહ્યું કે તમારો ટોન યોગ્ય નથી. જયા અમિતાભ બચ્ચન બોલવા પર ફરી એકવાર જયા બચ્ચન અને જગદીપ ધનખડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ.
વિપક્ષે કર્યુ વૉક આઉટ
જયા બચ્ચને કહ્યું કે હું એક કલાકાર છું. હું બોડી લેંગ્વેજ સમજું છું. હું અભિવ્યક્તિ સમજું છું. જયા બચ્ચને કહ્યું કે મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. આ સ્વીકાર્ય નથી. જયા બચ્ચનની ટિપ્પણી પર અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા. રાજ્યસભામાં ભારે હોબાળો થયો અને વિપક્ષે વોકઆઉટ કર્યું.
હું આ સહન નહી કરું- જગદીપ ધનખડ
જયા બચ્ચન પર ગુસ્સે થતા જગદીપ ધનખડે કહ્યું કે તમે મહાન ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તમે જાણો છો કે એક એક્ટર ડાયરેક્ટરનો સબ્જેક્ટ છે. તમે એ નથી જોઇ શકતા હું જે અહીં બેસીને જોઇ શકુ છું. અને તમે મારા ટોન પર સવાલ ઉઠાવી રહ્યા છો ? હું આ સહન નહી કરું. તમે સેલિબ્રિટી છો. તમારે સમજવુ જોઇએ. જગદીપ ધનખડના આ જવાબ પર વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું કે તેઓ સંસદના વરિષ્ઠ સભ્ય છે, તમે તેમને સેલિબ્રિટી કેવી રીતે કહી શકો.
હું જયા અમિતાભ બચ્ચન
મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યસભામાં જયા બચ્ચન ગુસ્સે થયા હતા. રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ગૃહમાં પોતાનું ફુલ નેમ બોલ્યા. તેઓએ પોતાની વાત રજૂ કરતા પહેલા બોલ્યા કે હું જયા અમિતાભ બચ્ચન. બસ આટલુ જ બોલતા ગૃહમાં હાજર સૌ કોઇ ખડખડાટ હસવા લાગ્યા. વાત એમ હતી કે રાજ્યસભાના સ્પીકરે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધન કર્યુ હતું જે વાતથી જયા બચ્ચન ચિઢાઇ ગયા હતા. જયા બચ્ચને પતિનું નામ સાથે લેવા અંગે ટિપ્પણી કરી હતી.
શું બોલ્યા હતા જયા બચ્ચન ?
મહત્વનું છે કે સોમવારે રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન ત્યારે ગુસ્સે થઈ ગયા જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે બજેટ પર ચર્ચા દરમિયાન તેમને ફુલ નેમથી બોલાવ્યા. ઉપાધ્યક્ષે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા. આના પર જયાએ કહ્યું કે જો જયા બચ્ચન બોલ્યા હોત તો પૂરતું હતું. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. જયા બચ્ચને કહ્યું કે હવે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પત્નીને તેના પતિના નામથી ઓળખવામાં આવે. જાણ કે પત્નિની પોતાની કોઇ ઓળખ જ હોય. જો કે તેજ સમયે ઉપાધ્યક્ષે જયાને અટકાવ્યા અને કહ્યું કે તમારી પાસે ઘણી સિદ્ધિઓ છે.
જગદીપ ધનખડે સંભળાવી દીધું હતું
રાજ્યસભાના સ્પીકરે સ્પષ્ટ કર્યુ કે રાજ્યસભાના રેકોર્ડમાં જયા અમિતાભ બચ્ચન જ નામ છે. એટલે તેમને આ નામથી બોલાવવામાં આવ્યા છે. જે તેમના ચૂંટણી પ્રમાણપત્ર અને રાજ્યસભાના રેકોર્ડમાં નોંધાયેલ છે. મહત્વનું છે કે મંગળવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જ અધ્યક્ષ જગદીપ ધનખરે જયા બચ્ચનને જવાબ આપી દીધો હતો. તેમણે જયા બચ્ચનના આ ગુસ્સાને ગેરકાનૂની ગણાવ્યો અને કહ્યું કે સત્તાવાર રેકોર્ડમાં તમારું નામ 'જયા અમિતાભ બચ્ચન' તરીકે લખાયેલું છે. તેથી તમને આ નામથી બોલાવવામાં આવ્યા છે.









