• કાયદામંત્રી કિરણ રિજિજૂએ બિલ કર્યુ રજૂ
  • લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ
  • વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હોબાળો
આજે સંસદમાં વક્ફ સંશોધન બીલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્યમંત્રી અને કાયદા મંત્રી કિરણ રિજિજૂ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અગાઉ 2013માં વક્ફ બીલમાં સંશોધન કરાયુ હતું. જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત અધિકાર મળ્યા હતા.

કોંગ્રેસે કર્યો વિરોધ
વક્ફ સંશોધન બિલ રજૂ કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસનું કહેવુ છે કે આ બિલ અધિકારો પર તરાપ છે. સંવિધાનના અનુચ્છેદ 26ની વિરુદ્ધમાં બિલ હોવાનુ ગણાવીને કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યા કે મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી આવે છે એટલે બિલ લવાયુ છે. 



સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ- કે.સી વેણુ ગોપાલ, કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વકફ બિલ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. આ બિલ મૂળભૂત અધિકારો પર હુમલો છે. તેમણે પૂછ્યું કે શું અયોધ્યાના મંદિરમાં કોઈ બિન-હિંદુ છે, શું કોઈ મંદિરની સમિતિમાં કોઈ બિન-હિંદુને રાખવામાં આવ્યો છે. વેણુગોપાલે કહ્યું કે વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ છે.


લઘુમતી સુરક્ષિત અનુભવશે નહી- સપા સાંસદ

રામપુરના સપા સાંસદે કહ્યું કે આ આપણા ધર્મમાં દખલગીરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચાર ધામથી લઈને વિવિધ હિંદુ મંદિરોની કમિટીઓનું ઉદાહરણ આપતા કહ્યું કે ગુરુદ્વારા પ્રબંધન સમિતિમાં એવું પણ લખવામાં આવ્યું છે કે માત્ર શીખ જ સભ્ય હશે. તો પછી મુસ્લિમોને આ અન્યાય શા માટે? આપણે એક મોટી ભૂલ કરવા જઈ રહ્યા છીએ જેનું પરિણામ આપણે સદીઓ સુધી ભોગવતા રહીશું. આ અધિકાર સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહ્યો છે, સર્વે કમિશનના અધિકારોને ખતમ કરવામાં આવી રહ્યા છે. જો આ મારા ધર્મ પ્રમાણે કંઈક હોય તો તમે નક્કી કરશો કે હું નક્કી કરીશ? આ આપણા ધર્મમાં દખલ છે. જો આવું થશે તો કોઈ લઘુમતી સુરક્ષિત અનુભવશે નહીં.

કલમ 30નું સીધુ ઉલ્લંઘન- ડીએમકે સાંસદ
લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024નો વિરોધ કરતા, DMK સાંસદ કનિમોઝીએ વિરોધ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ કલમ 30નું સીધું ઉલ્લંઘન છે જે લઘુમતીઓ સાથે તેમની સંસ્થાઓનું સંચાલન કરે છે. આ બિલ ચોક્કસ ધાર્મિક જૂથને નિશાન બનાવે છે..

વકફ બિલ મુસલમાન વિરોધી નથી, JDU નેતા લલનસિંહ

આ અંગે લલનસિંહે સંસદમાં વક્ફ બિલનું સમર્થન કર્યું. તેમણે વિપક્ષને વળતો જવાબ આપતા કહ્યું કે આ બિલ મુસલમાન વિરોધી નથી. આમા કોઇ મંદિરની વાત આવતી નથી. કોઇ પણ સંસ્થા નિરંકુશ બનશે તો સરકાર તેની પર અંકુશ લાવવા માટે પારદર્શિતા માટે કાયદો બનાવશે. તે સરકારનો અધિકાર છે. પારદર્શિતા હોવી જોઇએ. આ બિલ પારદર્શિતા માટે છે. 

આ બિલ પાછુ ખેંચી લે સરકાર- સુપ્રિયા સુલે, એનસીપી

વક્ફ (સુધારા) બિલ, 2024 નો વિરોધ કરતાં લોકસભામાં NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ વિરોધ કરતા કહ્યું કે હું સરકારને વિનંતી કરું છું કે કાં તો આ બિલ સંપૂર્ણપણે પાછું ખેંચી લે અથવા તેને સ્થાયી સમિતિમાં મોકલે..કૃપા કરીને પરામર્શ વિના એજન્ડા આગળ ન જવા દો.


આ બિલનો વિરોધ કરુ છું- અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ વકફ (સુધારા) બિલ, 2024 પર લોકસભામાં વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સમજી વિચારીને કરવામાં આવેલી રાજનીતિ છે. આ બિલનો વિરોધ કરુ છું. જે અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અખિલેશ જી, તમે જે ગોલમોલ કી વાત કરી રહ્યા છો.. તમે સ્પીકરના અધિકારોનું રક્ષણ નથી કરી રહ્યા. 

વિભાજન કરવાની સાબિતી આપી રહી છે સરકાર- અસદુદ્દીન ઓવૈસી

આ અંગે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કરતા કહ્યુ કે આ બિલ બંધારણની કલમ 14, 15 અને 25 ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ ભેદભાવપૂર્ણ અને મનસ્વી બંને છે... આ બિલ લાવીને કેન્દ્ર સરકાર દેશને એક કરવા માટે નહીં પરંતુ તેને વિભાજિત કરવા માટે કામ કરી રહી છે તે સાબિતી આપે છે કે તમે મુસ્લિમોના દુશ્મન છો.


 વિરોધ કેમ ?

મહત્વનું છે કે અગાઉ અગાઉ 2013માં વક્ફ બિલમાં સંશોધન કરાયુ હતું. જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત અધિકાર મળ્યા હતા. જેથી નવા બીલમાં વક્ફ બોર્ડના અધિકાર સમિત કરાશે.
પ્રસ્તાવિત બીલમાં 40 સંશોધન કરાયા છે. વક્ફ સંપત્તિઓના સરવે માટે કલેક્ટરને સત્તા અપાશે. વક્ફ બોર્ડની સંપત્તિઓને મહિલાઓ ઉત્તરાધિકારી બનશે. વક્ફ બોર્ડની આવકની તપાસ થઇ શકશે .પરિણામે મુસ્લિમ આગેવાનોએ સંશોધન બિલનો વિરોધ કર્યો

સૌથી વધુ જમીન વક્ફ બોર્ડ પાસે

બિલ મુદ્દે લોકસભા એડવાઇઝરી કમિટીમાં ચર્ચા થઇ હતી. બિલથી વક્ફ બોર્ડનું સંચાલન પારદર્શી બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. . દેશમાં હાલમાં કુલ 32 જેટલા વક્ફ બોર્ડ કાર્યરત છે.
દેશમાં સંપત્તિ મામલે વક્ફ બોર્ડ ત્રીજા નંબરે જ્યારે રેલવે અને સેના બાદ વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે.

[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on: