• 18મી લોકસભાના ચોમાસા સત્રનો પ્રથમ દિવસ
  • નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સરવે
  • આવતી કાલે રજૂ કરવાના છે બજેટ
નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 8 ટકાથી વધુના દરે વૃદ્ધિ પામી છે. મહત્વનું છે કે આ અંગે બપોર 2.30 કલાકે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન પ્રેસ કોન્ફરન્સ કરશે.

2023-2024નો આર્થિક સરવે
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ નાણાકીય વર્ષ 2023-24નો આર્થિક સર્વે છે. તેમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જીડીપી ગ્રોથ, ફુગાવો, રોજગાર દર, રાજકોષીય ખાધ સહિતના ઘણા ડેટાનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષમાં વૃદ્ધિ 6.5 થી 7.5 ટકા રહેવાની ધારણા
નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું છે કે ભૌગોલિક-રાજકીય પડકારો હોવા છતાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 24 માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.2 ટકા છે. આ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ 6.5 થી 7.5 ટકા રહેવાની ધારણા છે.

જીડીપી કેટલો રહેવાનો અંદાજ ? 

સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી 6.5-7 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો દર 4.1 ટકા રહેવાનો અંદાજ છે. અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનો આપવામાં આવ્યા છે, તે બજેટમાં પ્રતિબિંબિત થશે.  મહત્વનું છે કે  આર્થિક સર્વેક્ષણની રજૂઆત બાદ નાણામંત્રી 23 જુલાઈ, 2024 ના રોજ મંગળવારે નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ સતત સાતમી વખત હશે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
  • Follow us on: