• રાજ્યસભામાં વધુ એકવાર જયા બચ્ચન ભડક્યા
  • જગદીપ ધનખડે જયા બચ્ચનને આપ્યો વળતો જવાબ
  • જયા અમિતાભ બચ્ચન નામને લઇને ફરી બોલાચાલી

રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં પોતાના નામની પાછળ અમિતાભ શબ્દ બોલવાને લઇને ઉગ્ર થઇ રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે માત્ર જયા બચ્ચન કહો. જયા અમિતાભ બચ્ચન નહી. તે પછી પણ બીજી વાર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જયા બચ્ચન એવુ બોલ્યા કે માહોલ ઉગ્ર થતા થતા રહી ગયો હતો. ત્યારે હવે વધુએકવાર જયા અમિતાભ બચ્ચન આ નામને લઇને રાજ્યસભા સ્પીકર જગદીપ ધનખડ અને જયા બચ્ચન વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ.

હું જયા અમિતાભ બચ્ચન

[[$googlead]]

આજે જ્યારે રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ગૃહમાં કહ્યું કે માનનીય અધ્યક્ષ તમને અમિતાભનો અર્થ ખબર છે.તો જગદીપ ધનખડે કહ્યું કે તમે તમારા નામમાં બદલાવ કરી શકો છો. સંસદમાં આ પ્રક્રિયા છે. તો સામે જયા બચ્ચને આરોપ લગાવ્યો કે આ પ્રકારે કોઇને બોલાવવા તે તમે હમણા શરૂ કર્યુ છે પહેલા આવુ ન હતુ. ત્યારે જગદીપ ધનખડે અભિનેતા અમિતાભ બચ્ચનના ફેન હોવાનો એક કિસ્સો પણ જણાવ્યો. તેમણે કહ્યું કે આખી દુનિયાને અમિતાભ બચ્ચન પર ગર્વ છે. જયા બચ્ચને કહ્યું  તેની વિરુદ્ધમાં નથી. પણ આ ખોટુ છે .

[[$alsoread]]

અગાઉ પણ ગુસ્સે થઇ ગયા હતા જયાબચ્ચન

મહત્વનું છે કે સોમવારે રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન ત્યારે ગુસ્સે થઈ ગયા જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે બજેટ પર ચર્ચા દરમિયાન તેમને ફુલ નેમથી બોલાવ્યા. ઉપાધ્યક્ષે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા. આના પર જયાએ કહ્યું કે જો જયા બચ્ચન બોલ્યા હોત તો પૂરતું હતું. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. જયા બચ્ચને કહ્યું કે હવે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પત્નીને તેના પતિના નામથી ઓળખવામાં આવે. જાણ કે પત્નિની પોતાની કોઇ ઓળખ જ હોય. જો કે તેજ સમયે ઉપાધ્યક્ષે જયાને અટકાવ્યા અને કહ્યું કે તમારી પાસે ઘણી સિદ્ધિઓ છે.

જગદીપ ધનખડે સંભળાવી દીધું

રાજ્યસભાના સ્પીકરે સ્પષ્ટ કર્યુ કે રાજ્યસભાના રેકોર્ડમાં જયા અમિતાભ બચ્ચન જ નામ છે. એટલે તેમને આ નામથી બોલાવવામાં આવ્યા છે. જે તેમના ચૂંટણી પ્રમાણપત્ર અને રાજ્યસભાના રેકોર્ડમાં નોંધાયેલ છે. મહત્વનું છે કે મંગળવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જ અધ્યક્ષ જગદીપ ધનખરે જયા બચ્ચનને જવાબ આપી દીધો હતો. તેમણે જયા બચ્ચનના આ ગુસ્સાને ગેરકાનૂની ગણાવ્યો અને કહ્યું કે સત્તાવાર રેકોર્ડમાં તમારું નામ 'જયા અમિતાભ બચ્ચન' તરીકે લખાયેલું છે. તેથી તમને આ નામથી બોલાવવામાં આવ્યા છે.


  • Follow us on: