• રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભાની કાર્યવાહી
  • રાજ્યસભા સત્ર પણ આજથી થશે શરૂ
  • બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થશે ચર્ચા

18મી લોકસભાના સંસદ સત્રનો ચોથો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ સદનમાં સંબોધન કરી રહ્યા છે.  રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા આપે છે. બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે.

જમ્મુ કાશ્મીરમાં મતદાનનો નવો રેકોર્ડ 

[[$googlead]]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બંને ગૃહોને સંબોધન કરતા જણાવ્યું કે  ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદ માટે શુભકામના પાઠવુ છું.  આ ચૂંટણી વિશ્વનો સૌથી મોટી ચૂંટણી હતી. તેમણે સાથે એમ પણ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં મતદાનનો નવો રેકોર્ડ બન્યો છે. કાશ્મીરમાં પણ ચૂંટણીની સુંદર તસ્વીરો સામે આવી છે. કાશ્મીર ઘાટીએ દેશ અને દુનિયાને દેખાડી દીધુ.  સાથે જ તેમણે સદનમાં નવા સાંસદોનું સ્વાગત કર્યુ હતું,. 

[[$alsoread]]

રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનો સંકલ્પ 

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના સંકલ્પે આજે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, છ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકાર બની છે. લોકોએ આ સરકારમાં ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો જાણે છે કે માત્ર આ સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છે... 18મી લોકસભા ઘણી રીતે ઐતિહાસિક લોકસભા છે.

પેપરલીક અંગે શું બોલ્યા રાષ્ટ્રપતિ ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પરીક્ષામાં કોઈપણ પ્રકારનો અવરોધ યોગ્ય નથી. તાજેતરમાં પેપર લીકની ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડકમાં કડક સજા આપવાનું કામ સરકાર કરી રહી છે. આ પહેલા પણ ઘણા રાજ્યોમાં પેપર લીકના કિસ્સા સામે આવ્યા છે. આની સામે આપણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવું પડશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મના સંબોધનની મહત્વની વાતો

  • દુનિયાનો સૌથી મોટો ચૂંટણી પર્વ સંપન્ન થયો
  • વિકસિત ભારતના સંકલ્પમાં અમારો વિશ્વાસ
  • ભારતનો વિકાસ દર વિશ્વ માટે ઉદાહરણ રૂપ
  • મોદી સરકાર ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ
  • દુનિયાના વિકાસમાં ભારતનું યોગદાન 15%
  • ભારતે ત્રીજીવાર સ્થિર સરકાર બનાવી
  • "આ લોકસભામાં જનકલ્યાણનું નવિન અધ્યાય લખાશે
  • નવા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરાશે

વિપક્ષે બનાવી રણનીતિ

વિપક્ષ NEET-UGમાં કથિત ગેરરીતિઓ, UGC-NET રદ કરવા, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ, દેશમાં ટ્રેન અકસ્માતો અને આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો જેવા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે તૈયાર છે.

રાજ્યસભાનું 264મુ સત્ર શરૂ થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે. તેમના સંબોધનના અડધા કલાક બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થશે. આ સિવાય રાજ્યસભાનું 264મું સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન પર બંને ગૃહોમાં ચર્ચા થશે.


  • Follow us on: