• લોકસભામાં પીએમ મોદીનો ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ
  • વિપક્ષના નિવેદનોનો પણ આપશે જવાબ ?
  • રાહુલગાંધીના હિંદુ સમાજ પર નિવેદનને લઇને રાજકીય ગરમાવો

લોકસભામાં સોમવારનો દિવસ ભારે હોબાળા વાળો રહ્યો. લોકસભામાં રાહુલગાંધીના નિવેદનને હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના, અયોધ્યા તથા હિંદુઓને લઇને ભાષણ આપ્યું હતું. એવુ નિવેદન આપ્યુ હતું કે પીએમ મોદી ચાલુ સદનમાં બે વખત ઉભા થઇ ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો હિંદુઓની માફી માગવાની માગ કરી હતી. ત્યારે આજે પીએમ મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવા ઉપસ્થિત રહ્યા છે. 

હિંદુઓનું અપમાન સંયોગ કે પ્રયોગ? - પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે  સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તેઓએ હિંદુ પરંપરાને બદનામ, અપમાન અને મજાક ઉડાવવાની ફેશન બનાવી દીધી છે. આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ, ગામ હોય કે શહેર, અમીર હોય કે ગરીબ, ભગવાનના દરેક સ્વરૂપના દર્શન થાય છે. ભગવાનનું કોઈપણ સ્વરૂપ અંગત લાભ માટે કે પ્રદર્શન માટે નથી. જેમના દર્શન થયા છે તેમનું નિદર્શન કરવામાં આવતું નથી. આપણાં દેવી-દેવતાઓનું અપમાન 140 કરોડ દેશવાસીઓના હૃદયને ઠેસ પહોંચાડે છે. અંગત રાજકીય લાભ માટે આ રીતે ભગવાનના સ્વરૂપો સાથે રમવું. ગૃહમાં ગઈકાલનું દ્રશ્ય જોયા બાદ હિન્દુ સમાજે હવે વિચારવું પડશે કે આ અપમાન સંયોગ છે કે કોઈ મોટા પ્રયોગની તૈયારી.

[[$alsoread]]

હિંદુઓ પર ખોટા આરોપ લગાવવાનું ષડયંત્ર- પીએમ મોદી

ગઈ કાલે જે પણ થયું તેને દેશના કરોડો લોકો સદીઓ સુધી માફ નહીં કરે. 131 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં કહ્યું હતું કે મને ગર્વ છે કે હું એવા ધર્મમાંથી આવ્યો છું જેણે સમગ્ર વિશ્વને સહિષ્ણુતા અને વૈશ્વિક સ્વીકૃતિ શીખવી છે. વિવેકાનંદજીએ શિકાગોમાં વિશ્વના દિગ્ગજ નેતાઓની સામે હિન્દુ ધર્મ માટે વાત કરી હતી. હિન્દુઓના કારણે જ ભારતની વિવિધતા ખીલી છે .આજે હિંદુઓ પર ખોટા આરોપો લગાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તે ગંભીર બાબત છે. 


ઇશ્વરના રૂપ દર્શન માટે પ્રદર્શન માટે નહી-પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે ભગવાનનુ દરેક રૂપ દર્શન માટે હોય છે. ઇશ્વરનુ કોઇ પણ રૂપ પોતાના સ્વાર્થ અને પ્રદર્શન માટે નથી હોતા. વધુમાં કહ્યું કે અમારા દેવી દેવતાનુ અપમાન 140 કરોડ દેશવાસીઓને દુઃખ પહોંચાડી રહ્યુ છે. આ દેશ માફ નહી કરે. પીએમ મોદીએ કહ્યું કે હિંદુઓનું અપમાન સંયોગ છે કે પ્રયોગ ? તે હિંદુ સમાજે વિચારવાનું રહેશે તેમ પીએમ મોદીએ જણાવ્યું.  મહત્વનું છેકે સદનમાં ગઇકાલે શિવજીની પ્રતિમા દર્શાવી હતી. 

બાળક બુદ્ધિ સમજીને નજરઅંદાજ કરવી અયોગ્ય

પીએમ મોદીએ સદનમાં ગઇકાલે થયેલી ઘટના અંગે કહ્યું કે  આવી હરકતોને બાળક બુદ્ધિ માનીને નજર અંદાજ ન કરવી જોઇએ તેમ સ્પીકરને જણાવ્યું. સાથે જ જણાવ્યુંકે આ લોકોના ઇરાદા સારા નથી. ઇરાદા ગંભીર અને જોખમી છે. હું દેશવાસીઓને પણ જગાડવા માંગુ છું. આ લોકોના જુઠ્ઠાણા દેશના લોકોની વિવેક બુદ્ધિ પર આશંકા ઉભી કરે છે. સદનમાં શરૂ થયેલી જુઠ્ઠાણા પર કડક કાર્યવાહી થશે તેવી અપેક્ષા છે. 


અગ્નિવીર યોજના પર ખોટુ બોલ્યા 

પીએમ મોદીએ કહ્યું કે અગ્નિવીર યોજનાને લઇને ખોટુ બોલવામાં આવ્યું. એમએસપીને લઇને ખોટુ બોલવામાં આવ્યું. આ ઉપરાંત અનેક બાબતે ખોટુ બોલવામાં આવ્યું. અનેકવાર લોકસભામાં જીતીને આવેલા લોકો સદનની ગરિમા સાથે રમત રમે તે શોભનીય નથી. કોંગ્રેસ અરાજકતાના રસ્તે જઇ રહી છે. 

સદનમાં જોયુ અમે બાળક જેવુ વર્તન, રાહુલ પર કટાક્ષ

પીએમ મોદીએ કહ્યું કે અમે ગઇકાલે સદનમાં બાળક જેવું વર્તન જોયું. ગઈકાલે અહીં બાળ બુદ્ધીનો વિલાપ ચાલી રહ્યો હતો. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કર્યો કે બાળક બુદ્ધિમાં બોલવાનો અને વ્યવહારનો ઠેકાણા હોતા નથી. જ્યારે બાળક બુદ્ધિ સવાર થઇ જાય ત્યારે સદનમાં તેઓ પોતાની સીમા ગુમાવી દે છે. 

નામ લીધા વિના રાહુલ ગાંધીને લીધા આડેહાથ 

પીએમ મોદીએ કહ્યું કે અમે ગઇકાલે સદનમાં બાળકો જેવી હરકતો જોઇ. ગઇકાલે અંહી બાળકબુદ્ધિનો વિલાપ ચાલી રહ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સહાનુભૂતિ મેળવવા માટે નવા નાટકો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દેશ સચ્ચાઇ જાણે છે કે હજારો કરોડ રૂપિયા કરોડની હેરાફેરીના મામલે જામીન પર બહાર છે. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવા માટે સમજી વિચારીને ચાલ ચાલી રહી છે. 

કોંગ્રેસ પરજીવી બની ચૂકી છે- પીએમ મોદી 

પીએમ મોદીએ કોંગ્રેસને પરજીવી ગણાવીને કહ્યું કે કોંગ્રેસ જે પાર્ટી સાથે ગઠબંધન કરે છે તેના વોટ ખાઇ જાય છે.અને પોતાની સહયોગી પાર્ટીની કિંમત પર તે ફુલે ફાલે છે.એટલે કોંગ્રેસ પરજીવી કોંગ્રેસ બની ગઇ છે. જ્યાં જ્યાં ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો હતો ત્યાં કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ માત્રને માત્ર 26 ટકા છે. પરંતુ જ્યાં કોઇના સહાયતાથી ચાલતા હતા. જ્યાં તેઓ જુનિયર પાર્ટનર હતા તેવા રાજ્યોમાં કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ 50 ટકા છે. કોંગ્રેસની 99 બેઠકોમાંથી વધુ બેઠક તેમના સહયોગીઓએ જીતાડી છે. એટલે હું કોંગ્રેસને પરજીવી કોંગ્રેસ કહુ છું. 

આ બાળક બુદ્ધિને કોણ સમજાવે ..

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા આજકાલ બાળકના મનને ફોસલાવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. 543માંથી 99 બેઠકો લાવ્યા છે 100માંથી 99 નથી લાવ્યા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે આ બાળક બુદ્ધિને કોણ સમજાવે કે તમે ફેલ થવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. 

શોલે ફિલ્મની મૌસીને કરી યાદ

પીએમ મોદીએ શોલે ફિલ્મની મોસીજીને યાદ કરતા કરતા કટાક્ષ કર્યો કે 13 રાજ્યોમાં જીરો સીટ આવી પણ હીરો તો છેને. હું કોંગ્રેસના લોકોને કહીશ કે જનાદેશને ફર્જી જીતના જશ્નમાં ન દબાવો. 

કોંગ્રેસ ત્રીજી વખત 100નો આંકડો પાર ન કરી શકી- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઇતિહાસમાં આવો પહેલીવાર અવસર આવ્યો છે કે સતત ત્રણ વખત કોંગ્રેસ 100નો આકંડો પાર કરી શકી નથી. કોંગ્રેસના ઇતિહાસમાં ત્રીજી સૌથી મોટી હાર છે. સારુ થતુ કે કોંગ્રેસ પોતાની હાર સ્વીકાર કરતી. કોંગ્રેસ આત્મ મંથન કરતી તો સારુ રહેતુ પણ તેઓ તો શિર્ષાસન કરી રહ્યા છે. 

ત્રીજી વખત સરકારમાં આવવુ ઐતિહાસિક ઘટના- પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યુ કે એનડીએનું ત્રીજી વખત સરકારમાં આવવુ તે ઐતિહાસિક ઘટના છે. આઝાદીના 60 વર્ષ બાદ આવો મોકો મળ્યો. અમને જનતાના આશીર્વાદ મળ્યા. તેમણે કહ્યું કે લોકસભાની સાથે સાથે 4 રાજ્યોમાં પણ ચૂંટણી તેમાં એનડીએએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મનો મતલબ છે 3 ગણુ પરિણામ લાવીને બતાવીશું.  3 ગણી સ્પીડમાં કામ કરીશું. 

3 કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ- પીએમ મોદી

4 કરોડ ગરીબોના ઘર બનાવી ચૂક્યા છીએ હવે વધુ 3 કરોડ નવા ઘર બનાવીશું જેથી દેશમાં કોઇ ઘરવિહોણું ન રહે. વિમેન સેલ્ફ હેલ્પ ગ્રુપમાં મહિલાઓને આંત્રપ્રિન્યોર શિપમાં સફળતા પૂર્વક આગળ વધ્યા છીએ. અમે ઘણા ઓછા સમયમાં 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ લઇને ચાલી રહ્યા છીએ. 

દરેક સેક્ટરને નેક્સ્ટ લેવલે લઇ જઇશું- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું અમારે જ અમારા જૂના રેકોર્ડ તોડવા છે. 10 વર્ષોમા ભારત વિકાસની ઊંચાઇએ પહોંચ્યુ છે તે અમારી પ્રતિસ્પર્ધાનો બેન્ચમાર્ક બની ગયો છે. અમે જે સ્પીડ પકડી છે . હવે અમારો મુકાબલો તે સ્પીડને વધારે સ્પીડથી આગળ લઇ જવાનો છે.

2014 પહેલા નિર્દોષો લોકો માર્યા જતા- પીએમ મોદી 

2014 પહેલા નિર્દોષો લોકો માર્યા જતા હતા. નિર્દોષોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. તે સમય સરકાર મોઢુ પણ ખોલતી નથી. આજે આતંકવાદના આકાઓને આપણે પાઠ ભણાવવાનું સામર્થ્ય દેખાડી દીધુ છે.  દેશનો એક એક નાગરિક જાણે છે કે પોતાની સુરક્ષા માટે ભારત કંઇ પણ કરી શકે છે. 

2014 પહેલા કૌભાંડોનો જમાનો હતો - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે જો આપણે 2014ના એ દિવસોને યાદ કરીએ તો ખ્યાલ આવશે કે દેશની જનતાનો વિશ્વાસ ઉઠી ગયો હતો. દેશ નિરાશાના દરિયામાં ડૂબી ગયો હતો. 2014 પહેલા આ જ શબ્દો સાંભળવા મળતા હતા - આ દેશનું કંઈ થઈ શકે તેમ નથી. આ સાત શબ્દો ભારતીયોની નિરાશાનું પ્રતીક બની ગયા હતા. અમે જ્યારે પણ અખબારો ખોલતા ત્યારે માત્ર કૌભાંડના સમાચારો જ વાંચવા મળતા હતા. રોજે રોજ નવા કૌભાંડો સામે આવતા હતા. કૌભાંડીઓના કૌભાંડો દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે તો 15 પૈસા ત્યાં પહોંચે તે વાત નિર્લજ્જતાથી સ્વીકારવામાં આવી હતી. ભત્રીજાવાદ એટલો વ્યાપક હતો કે સામાન્ય યુવાનોએ આશા છોડી દીધી હતી કે જો તેમની ભલામણ કરનાર કોઈ નહીં હોય તો જીવન આ રીતે ચાલશે.

વિપક્ષે કર્યા સૂત્રોચ્ચાર 

પીએમ મોદી સંબોધન કરવાની શરૂઆત કરતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. મણિપુરને લઇને સદનમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. 

સ્પીકરે નેતા પ્રતિપક્ષને ખખડાવ્યા 

પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે દેશની જનતાએ દુનિયાના સૌથી મોટા ચૂંટણી અભિયાનમાં જનતાએ અમને ચૂંટ્યા છે. પીએમ મોદીના સંબોધન દરમિયાન પ્રતિપક્ષ વિપક્ષે ભારે હોબાળો મચાવતો પીએમ મોદીએ પોતાનું ભાષણ ટૂંકાવી દીધુ હતું. જેને લઇને સ્પીકરે પ્રતિપક્ષને આડેહાથ લીધા હતા.  

વિરોધ વચ્ચે પીએમ મોદીનું સંબોધન

હોબાળા વચ્ચે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે દેશની જનતાએ ત્રીજી વખત સેવા કરવાનો મોકો આપ્યો તે લોકતાંત્રિક વિશ્વ માટે ગૌરવ પૂર્ણ ઘટના છે. તેમણે વધુમાં કહ્યું કે જનતાએ અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે. ગરીબોના કલ્યાણ માટે સમર્પણ ભાવથી જનસેવા એજ પ્રભુસેવા એ મંત્રને ચરિતાર્થ કર્યો છે. અમે જે કાર્ય કર્યુ છે તેના કારણે 10 વર્ષમાં 25 કરોડ ગરીબ ગરીબીમાંથી બહાર આવ્યા છે. 


પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

પીએમ મોદીએ વિપક્ષના સૂત્રોચ્ચારને લઇને જણાવ્યું કે કેટલાક લોકોની પીડાને સમજી શકાય છે. નેતા વિપક્ષનું આવું વર્તન અયોગ્ય છે. તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો છે કે જુઠ્ઠાણા ફેલાવનારનો પરાજય થયો.

  • Follow us on: