• રાહુલગાંધીના હિંદુઓના નિવેદન મુદ્દે ભાજપના પ્રહાર
  • બીજેપી નેતાઓએ રાહુલગાંધીના નિવેદનને વખોડ્યુ
  • ચિરાગ પાસવાન, શહેજાદ પૂનાવાલા સહિત નેતાઓની સામે આવી પ્રતિક્રિયા
લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર વિપક્ષના નિવેદનને લઇને હોબાળો મચ્યો છે.  રાહુલગાંધીએ હિંદુઓ વિશે ટિપ્પણી કરતા અમિત શાહ સહિત પીએમ મોદી પણ સદનમાં ઉભા થઇ ગયા હતા. રાહુલગાંધીની હિંદુ અંગે નિવેદન પર તેમણે પીએમ મોદીએ બે વખત વળતો જવાબ પણ આપ્યો. ત્યારે રાહુલગાંધીના આવા નિવેદનની  અન્ય નેતાઓ પણ ટીકા કરી રહ્યા છે. 

ચિરાગ પાસવાને શું કહ્યું ?
રાહુલ ગાંધીના સંબોધન પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે કોઈ પણ શિવભક્ત આ સહન કરી શકે નહીં. વિપક્ષના નેતા તરીકે તમે લોકોની ભાવનાઓ સાથે રમત કરી રહ્યા છો. જો તમારે તમારી વાત રજૂ કરવી હોય તો તમારે તથ્ય સાથે વાત કરવી જોઈએ. તમે માત્ર ગૃહને ગેરમાર્ગે દોર્યું છે.


જી કિશન રેડ્ડીએ શું કહ્યું
તો કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે હું દેશના લોકોને વિનંતી કરું છું કે તેઓ આવા લોકોથી સાવચેત રહે કારણ કે આજે માત્ર હિન્દુત્વના કારણે જ લોકશાહી અને શાંતિ છે. જ્યારે હિન્દુત્વ નહીં હોય, ત્યાં લોકશાહી નહીં હોય.

શહેજાદપૂનાવાલાએ શું કહ્યું ?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સંબોધન પર ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે ચૂંટણી પૂરી થઈ ગઈ પરંતુ હિન્દુઓ પ્રત્યે નફરત ફેલાવવાનું કોંગ્રેસનું કામ અને એજન્ડા આજે પણ ચાલુ છે. નેતા પ્રતિપક્ષ રાહુલગાંધી જ લોકશાહીના મંદિરમાં બેસીને આ કામ કરી રહ્યા છે. શું કોઈ અન્ય ધર્મ વિરુદ્ધ આવી વાતો તમે કરશો ?... 99 સીટો શું આવી ગઇ કે આ રીતે હિન્દુઓનું અપમાન કરશો?
  • Follow us on: