• સંસદના ચોમાસુ સત્રનો આજે નવમો દિવસ
  • રાહુલ ગાંધીએ બજેટને લઇને સરકાર પર સાધ્યુ નિશાન
  • હલવા સેરેમનીનો ફોટો બતાવીને કર્યા પ્રહાર
સંસદના ચોમાસુ સત્રનો આજે નવમો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં આજે દિલ્હી કોચિંગ ક્લાસ દુર્ઘટનાનો મુદ્દો ઉછળ્યો હતો. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024ને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલગાંધીએ એવુ નિવેદન આપ્યુ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે માથુ પકડી લીધું.

હલવા સેરેમનીનો દેખાડ્યો ફોટો
રાહુલગાંધીએ સંસદમાં હલવા સેરેમનીની તસવીર બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્પીકરે તેમને ના પાડી દીધી. વિપક્ષના નેતાએ કહ્યું કે હું ચિત્ર બતાવીને સમજાવવા માંગુ છું કે બજેટનો હલવો વહેંચવામાં આવી રહ્યો છે . આ તસવીરમાં એક પણ OBC અધિકારી નથી. આદિવાસી અધિકારી અને દલિત અધિકારી પણ દેખાતા નથી. આ શું થઇ રહ્યું છે?

નાણામંત્રીએ માથુ પકડી લીધું 

રાહુલ ગાંધીએ આટલું બોલતાની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કપાળ પર હાથ મૂકી દીધો. હોબાળા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે સાહેબ તમે હલવો ખાઇ રહ્યા છો પરંતુ બીજા લોકોને હલવો નથી મળતો. અમને જાણવા મળ્યું છે કે 20 અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું છે. હું આ 20 લોકોના નામ જોઇતા હોય તો તે પણ આપી શકુ છું. તેમણે વધુમાં કહ્યું કે આનો અર્થ એ છે કે 20 અધિકારીઓએ બજેટ બનાવ્યું છે. મતલબ કે 20 લોકોએ ભારતનો હલવો વહેંચ્યો છે. 
  • Follow us on:

[[$googlead]]