- રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષનું નિવેદન
- બિહારમાં સીટ શેરીંગને લઇને આપ્યુ નિવેદન
- ચિરાગ પાસવાનને 5સીટ આપી હોવાની છે ચર્ચા
લોકસભા ચૂંટણી 2024ને લઈને બિહાર NDAમાં સીટોની વહેંચણીનો મામલો ફરી પેચીદો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી સરકારમાં મંત્રી રહેલા પશુપતિ કુમાર પારસની પાર્ટી RLJPએ આમાં મુશ્કેલી ઉભી કરી છે. તેઓ સીટ શેરિંગ ફોર્મ્યુલાને સ્વીકારતા નથી, જેમાં ચિરાગ પાસવાનને 5 સીટો આપવામાં આવી છે જ્યારે પારસની પાર્ટીને 0 સીટો આપવામાં આવી છે.
અમે યાદીની જાહેરાત અંગે રાહ જોઇશું- પશુપતિ કુમાર પારસ
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દિલ્હીમાં પશુપતિ પારસના નિવાસસ્થાને મળી હતી, જેમાં પક્ષ સામે ચાલી રહેલી વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે કહ્યું કે મીડિયા દ્વારા આવી રહેલા અહેવાલો અનુસાર, અમારી પાર્ટીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું નથી. આના કારણે અમારા પક્ષના કાર્યકરોમાં નિરાશા છે.. જ્યાં સુધી વિધિવત ભાજપની લિસ્ટ નહી આવે ત્યાં સુધી આગ્રહ છે કે અમારી પાર્ટીના 5 સાંસદો પર પુનઃ વિચાર કરે. અમે ઉમેદવારની યાદીની રાહ જોઇશું. જો જાહેરાત પછી અમને યોગ્ય સન્માન નહી આપવામાં આવે તો અમારી પાર્ટી ક્યાંય પણ જવા માટે સ્વતંત્ર છે. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ અગ્રવાલે કહ્યું કે ભાજપે અમારી સાથે અન્યાય કર્યો છે જેથી અમારી પાસે અનેક વિકલ્પ ખુલ્લા છે.
સીટ શેરિંગને લઇને શું છે ચર્ચા ?
સીટ શેરિંગમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપે 17 સીટો, જેડીયુ 16, એલજેપી રામવિલાસ પાંચ, હિન્દુસ્તાની અને મોરચાએ એક-એક સીટ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીએ એક સીટ પર લોકસભાની ચૂંટણી લડવાની છે. પશુપતિ કુમાર પારસને રાજ્યસભા અથવા રાજ્યપાલના પદની ઓફર કરવામાં આવી હતી અને તેમના ભત્રીજા સમસ્તીપુરના સાંસદ પ્રિન્સ પાસવાનને બિહાર સરકારમાં મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી.









