- પાસપોર્ટને લગતી કામગીરી માટે જોવી પડશે રાહ
- 5 દિવસ સુધી પાસપોર્ટ પોર્ટલ બંધ
- નવો પાસપોર્ટ બનાવડાવા જોવી પડશે રાહ
વિદેશ જવા માગો છો ?? પાસપોર્ટની બધી કામગીરી પૂર્ણ કરવા માગો છો. તો હાલ તમારી ઉતાવળ કામે નહી આવે. કારણ કે દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 29મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી 2જી સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે. હવે એમ થાય કે જે લોકોએ અગાઉથી જ તારીખ મેળવી લીધી છે તો આવા લોકોએ પણ અન્ય તારીખ માટે રિશેડ્યુલ કરવું પડશે.
જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની વચ્ચેની ડેટ મળી છે તો તેણે કોઈ અન્ય તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવું પડશે.













