- CBIએ પૂજા ખેડકર વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં FIR નોંધી
- બરતરફ કરાયેલી IAS પૂજા ખેડકરને કોર્ટથી રાહત નહીં
- કોર્ટે પૂજા ખેડકરને આગોતરા જામીન અરજી ફગાવી
UPSCની ફરિયાદ પર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં FIR નોંધી હતી. મહારાષ્ટ્રની બરતરફ કરાયેલી IAS પૂજા ખેડકરને કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
બરતરફ કરાયેલી IAS ઓફિસર પૂજા ખેડકરને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. તેની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, પટિયાલા હાઉસ કોર્ટે UPSCને તપાસ કરવા કહ્યું છે કે શું અન્ય કોઈ ઉમેદવારે નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને અનામતનો અયોગ્ય લાભ લીધો છે કે કેમ. કોર્ટે દિલ્હી પોલીસને UPSCમાંથી કોઈએ પૂજા ખેડકરને મદદ કરી હતી કે કેમ તેની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.













