• અભ્યાસમાં 21 દેશોના 4017 લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં

  • ભારતની 16 ટકા વસ્તી ક્રોનિક કીડની ડિસિઝથી પિડાય છે
  • આ અભ્યાસમાં 21 દેશોના 4017 લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં

ગરમ પ્રદેશોમાં વસવાટ કરતાં દર્દીઓની કીડની ઝડપથી ખરાબ થઇ રહી છે. ક્રોનિક કીડની ડિઝીઝ(સીકેડી)થી પિડીત દર્દી કે જે અન્ય પ્રદેશોની સરખામણીએ ખુબ જ ગરમ પ્રદેશમાં રહેવા મજબૂર હોય છે તેવા દર્દીની કીડનીની કાર્યક્ષમતામાં આઠ ટકાનો વધારાનો ઘટાડો નોંધાયો હતો. આ માહિતી લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન તથા યુનિવર્સિટી કોલેજ લંડન સાથે જોડાયેલાં સંશોધનકારોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવી છે. આ અભ્યાસમાં 21 દેશોના 4017 લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. આ તમામ લોકો અલગ અલગ ક્લાઇમેટ સાથે સંબંધ ધરાવતાં હતાં. તેમાના કેટલાક દર્દીઓ વધુ તો કેટલાક મધ્યમ આવક ધરાવતાં દેશોના હતાં. આ અભ્યાસમાં બહાર આવ્યું કે જે દર્દીઓ ખુબ જ ગરમ વાતાવરણમાં રહેતાં હતાં તે દર્દીની કીડની ઝડપથી ખરાબ થઇ રહી હતી. આ ઉપરાંત દર્દીના વજન, ડાયાબિટીસ અને હૃદયરોગને લગતી સમસ્યાઓએ પણ અસર કરી હતી.

દેશમાં ફેરનેસ ક્રીમનો ઉપયોગ કીડનીની સમસ્યા નોતરી રહી છે : અભ્યાસ

આ દરમિયાન એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ત્વચાને ગોરી કરવા માટે ભારતમાં જે ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે તેને કારણે કીડનીની સમસ્યાઓ વધી રહી છે. ગોરી ત્વચા પ્રત્યે સમાજના ઝનૂનથી પ્રેરાઇને ભારતમાં આ ક્રીમો માટે એક મોટું બજાર છે. જો કે આ ક્રીમોમાં પારાની ઉચ્ચ માત્રા કીડનીને નુકસાન પહોંચાડવા માટે જાણીતી છે. મેડિકલ જર્નલ કીડની ઇન્ટરનેશનલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જાણકારી મળે છે કે ઉચ્ચ માત્રામાં પારો ધરાવતી ફેરનેસ ક્રીમના વધતા જતાં ઉપયોગથી મેમ્બ્રેનન્સ નેફ્રોપૈથીના કેસીસમાં વધારો થઇ રહ્યો છે. આ એક એવી સ્થિતિ છે જે કીડની ફિલ્ટરને નુકસાન કરે છે અને પ્રોટિન લિકેજનું કારણ બને છે.

ભારતની 16 ટકા વસ્તી ક્રોનિક કીડની ડિસિઝથી પિડીત

વિશ્વમાં વર્તમાન સમયમાં દરેક 10 વ્યક્તિઓએ એક વ્યક્તિ કીડનીની બીમારીનો શિકાર છે. ભારતની 16 ટકા વસ્તી ક્રોનિક કીડની ડિસિઝથી પિડાય છે. વૈશ્વિક સ્તર પર 2018માં ડાયાલિસીસ પ્રાપ્ત કરનારા દર્દીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતમાં નોંધાઇ હતી જે એક લાખ 75 હજારની હતી.

ગરમીનો સામનો કરવાના ઉપાયો વિચારી શકાય : અભ્યાસકાર

અભ્યાસ સાથે જોડાયેલાં વરિષ્ઠ અધ્યયનકાર પ્રોફેસર બેન કેપલિન અનુસાર હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આ બીમારીમાં ગરમી એક મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે તો તેનો સામનો કરવા માટે આપણે વિભિન્ન પ્રકારે મદદ લઇ શકીએ છીએ. જેમ કે વધારે પાણી પીવું, સૂરજની ગરમીથી બચવું તથા અત્યાધિક ગરમીના સંપર્કને ટાળવો. તેમણે ઉમેર્યું હતું કે આ અભ્યાસ સીકેડી કેન્દ્રીત હતો તેથી એવું ના કહી શકીએ કે સામાન્ય કિડની વાળા લોકો પર ગરમીની શું અસર થતી હશે.

  • Follow us on: