• બિહાર બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પ્રથમ દિવસે ઉમેદવાર મનીષ શંકર વિચિત્ર અવઢવમાં ફસાયો
  • બ્રિલિયન્ટ કોન્વેન્ટ સ્કૂલ માત્ર વિદ્યાર્થીનીઓ વચ્ચે મનીષ એકલો જ સેન્ટરમાં વિદ્યાર્થી હતો
  • વિદ્યાર્થિનીઓ વચ્ચે પોતાને એકલો જોઈને મનીષે કહ્યું હવે આવતા વર્ષે જ ઇન્ટરની પરીક્ષા આપીશ

બુધવારે બિહાર બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પ્રથમ દિવસે એક ઉમેદવાર મનીષ શંકર એક વિચિત્ર અવઢવમાં ફસાઈ ગયો. શહેરની બ્રિલિયન્ટ કોન્વેન્ટ સ્કૂલ માત્ર વિદ્યાર્થીનીઓ માટે જ નક્કી કરાયેલ પરીક્ષા કેન્દ્ર હતું. એડમિટ કાર્ડ મુજબ મનીષે આ જ સેન્ટર પર પરીક્ષા આપવાની હતી. તે કેન્દ્રની અંદર પ્રવેશ્યો પરંતુ કેમ્પસમાં 499 વિદ્યાર્થિનીઓ વચ્ચે પોતાને એકલો જોઈને અસ્વસ્થ હતો.

વિદ્યાર્થીનીઓ વચ્ચે પોતાને એકલા જોઈને તેની તબિયત બગડવા લાગી

પહેલી જ શિફ્ટમાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે પોતાને એકલો જોઈને તેની તબિયત બગડવા લાગી. ગણિતનું પ્રશ્નપત્ર સામે આવતાં તે સોલ્વ કરતી વખતે બેભાન થઈ ગયો હતો. શાળાના વહીવટીતંત્રે તેને સદર હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની હાલત સ્થિર છે. આ કેન્દ્ર બિહાર શરીફની અલ્લામા ઈકબાલ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે નક્કી કરવામાં આવ્યું છે. મનીષે જણાવ્યું કે તેણે વિજ્ઞાન વિષય સાથે ઇન્ટર પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. ગણિતને વધારાના વિષય તરીકે લીધો. બુધવારે જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો ત્યારે ત્યાં એક પણ વિદ્યાર્થી ન જોતાં ગભરાઇ ગયો હતો. મારું એડમિટ કાર્ડ મેઈન ગેટ પર ઘણી વખત ચેક કરવામાં આવ્યું, પછી પરીક્ષા હોલની અંદર જવા દેવામાં આવ્યો.

અધિકારીએ કહ્યું- ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ હશે

અંદર અચાનક માથાનો દુખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો. તેણે કહ્યું કે હવે હું આવતા વર્ષે જ ઇન્ટરની પરીક્ષા આપીશ. કોઈપણ રીતે મારામાં વિદ્યાર્થિનીઓ વચ્ચે બેસીને પરીક્ષા આપવાની હિંમત નથી. જિલ્લા શિક્ષણાધિકારી કેશવ પ્રસાદે જણાવ્યું કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે મેઈલની જગ્યાએ ફિમેલ ભરી દીધું હશે. આ કારણથી તેનું કેન્દ્ર અહીં નિશ્ચિત કરવામાં આવ્યું હતું.