બિહારમાં વિધાનસભાની આગામી ચૂંટણીને જોતાં જનતા દળ યુનાઇટેડ (જદયૂ)ની પ્રદેશ કારોબારીની મહત્ત્વની બેઠક પટણામાં મળી રહી છે. બેઠક પહેલાં મોટું રાજકીય ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારને ભારત રત્ન આપવાની માગણી થઈ રહી છે.


પટણામાં સીએમ હાઉસ અને જદયૂ કાર્યાલય વચ્ચે મોટું પોસ્ટર લાગેલું છે. પટણાના અનેક રસ્તા પર આવા પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરના માધ્યમથી જદયૂના એક નેતાએ ભારત સરકાર સમક્ષ આ માગણી કરી છે. જદયૂના બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારે વર્ષ 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.

ચર્ચા છે કે જદયૂ તરફથી અત્યારસુધી અન્ય મહાપુરુષોને ભારત રત્ન આપવાની માગણી થતી આવતી હતી. જદયૂના પ્રદેશ મહામંત્રી છોટુસિંહે આ પોસ્ટર લગાવડાવ્યા છે. તેમાં લખ્યું છે કે જાણીતા સમાજવાદી અને બિહારના વિકાસ પુરુષ માનનીય મુખ્યમંત્રી નીતીશકુમારને ભારત રત્ન આપવામાં આવે. પક્ષે પોસ્ટર લગાવીને માગણી કરી છે.


  • Follow us on: