- આંધ્રપ્રદેશ સરકાર પર જમીનની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ
- વાયએસ જગન મોહન રેડ્ડી સરકારે જમીન સંપાદનના નામે છેતરપિંડી આચરી
- જમીન સંપાદનમાં 35,141 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ: પવન કલ્યાણ
અભિનયથી રાજકારણમાં આવેલ અને જનસેના પાર્ટીના સ્થાપક પવન કલ્યાણે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકાર પર ગરીબોને જમીન ફાળવવા અને આવાસ યોજનાના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. કલ્યાણે આરોપ લગાવ્યો છે કે માત્ર જમીન સંપાદનમાં 35,141 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ છે.
જનસેના પ્રમુખ પવન કલ્યાણએ પત્ર લખીને કહ્યું છે કે જમીન સંપાદનના નામે છેતરપિંડી એટલા મોટા પ્રમાણમાં છે કે સત્તાધારી પક્ષના એક ધારાસભ્ય પોતે રાજ્ય તકેદારી અને અમલ વિભાગને તપાસની માંગ કરી રહ્યા છે.










