• ભોજપુરી સ્ટાર પવનસિંહે જે.પી નડ્ડા સાથે કરી બેઠક
  • આસનસોલથી ભાજપે ઉમેદવાર કર્યા હતા જાહેર
  • આસનસોલથી ચૂંટણી લડવાની પવનસિંહે પાડી છે ના

પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપે લોકસભા ચૂંટણી લડવા પવનસિંહે ટિકિટ આપી હતી. જેનો પવનસિંહે ઈન્કાર દીધો હતો. જે બાદ સોમવારે પવનસિંહ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારે બેઠક બાદ તેમનુ નિવેદન સામે આવ્યું છે આવો જાણીએ શું કહેવુ છે પવનસિંહનું.

બેઠક બાદ પવનસિંહનું નિવેદન

[[$googlead]]

બેઠક બાદ પવન સિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે ભાજપ અધ્યક્ષ સાથે વાત કરી છે, આગળ જે પણ થશે તે સારું થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગળ ચૂંટણી લડશે તો તેમણે કહ્યું કે આગળ જે પણ થશે તે સારું થશે. હવે સમય કહેશે. જે પણ નિર્ણય લઇશુ તે અમે ચોક્કસપણે તે તમારી સાથે શેર કરીશું. થોડી રાહ જુઓ.

[[$alsoread]]

બીજેપીએ શનિવારે જાહેર કર્યા હતા ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે ભાજપે શનિવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને બંગાળની આસનસોલ સીટ પરથી ઉમેદવાર બનાવ્યો હતો. જો કે પવન સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આસનસોલથી ચૂંટણી ન લડવાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે 'હું ભાજપના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.

  • Follow us on: