કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી પર કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે આ ઘૂસણખોરી બંધ થાય. તેમણે દાવો કર્યો હતો કે, જો 2026માં ભાજપ સત્તામાં આવશે તો ગેરકાયદેસર ઘૂસણખોરી પર અંકુશ આવશે.


[[$googlead]]

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે કાર્ગો ગેટનું કર્યુ ઉદ્ઘાટન

નવી પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરવા માટે અમિત શાહ પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પર પહોંચ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેમણે પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ભ્રષ્ટાચારના મુદ્દાની ટીકા કરી. અમિત શાહે 2026માં રાજ્યના લોકો પાસેથી રાજકીય પરિવર્તનની માંગ કરી હતી, જેથી રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે.

[[$alsoread]]

ગેરકાયદેસર ઘૂસણખોરીના કારણે દેશની શાંતિ ભંગ થાય છે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “પશ્ચિમ બંગાળમાં ત્યારે જ શાંતિ આવી શકે છે જ્યારે બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જાય. લેન્ડ પોર્ટની મહત્વની ભૂમિકા હોય છે અને જ્યારે સરહદો પર લોકોની કાયદેસરની અવરજવર માટે કોઈ સુવિધા નથી, ત્યારે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેનાથી દેશની શાંતિ ભંગ થાય છે."

ગૃહ મંત્રી અમિત શાહે TMC સરકાર પર કર્યા પ્રહારો

આ પ્રસંગે શાહે રાજ્યની ટીએમસી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિએ રાજ્યની શાંતિ અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, "હું બંગાળના લોકોને 2026માં રાજકીય પરિવર્તન લાવવા અને ભાજપને સત્તામાં લાવીને રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનો પાયો નાખવાની વિનંતી કરું છું. ભાજપ સરકાર બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને સંપૂર્ણપણે બંધ કરશે."

આ પ્રોજેક્ટ બન્ને દેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરશે

ગૃહમંત્રીએ લેન્ડ પોર્ટના મહત્વને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, તેઓ માત્ર બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધોને જ પ્રોત્સાહન આપતા નથી, પરંતુ કાયદાકીય પરિવહન માટે એક શક્તિશાળી માધ્યમ પણ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, "જ્યારે લેન્ડ પોર્ટ સરહદો પાર કાનૂની હિલચાલ સુનિશ્ચિત કરે છે, ત્યારે ગેરકાયદેસર સ્થળાંતરને નિયંત્રિત કરવું પણ સરળ બને છે." તેમણે આશા વ્યક્ત કરી કે, આ પ્રોજેક્ટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરશે.

  • Follow us on: