- ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બાયોમેટ્રિક મશીનને લઈને મોટા ખેલનો ખુલાસો થયો
- બાયોમેટ્રિકમાં અંગુઠો પટાવાળો લગાવતો ને હાજરી ઈન્ચાર્જ પ્રિન્સિપાલની પુરાઈ જતી
- પટાવાળાના નામે બાયોમેટ્રિકમાં ખેલ પાડનાર મહિલા પ્રિન્સિાલ સામે કાર્યવાહી કરાશે
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બાયોમેટ્રિક મશીનને લઈને મોટા ખેલનો ખુલાસો થયો છે. આમ તો બાયોમેટ્રિક મશીનમાં અંગુઠો લગાવનાર વ્યક્તિની જ હાજરી નોંધાય છે. જોકે એક કોલેજમાં કંઈક જુદુ જ જોવા મળ્યું. અહીંની એક કોલેજમાં બાયોમેટ્રિકમાં અંગુઠો પટાવાળો લગાવતો હતો અને હાજરી ઈન્ચાર્જ પ્રિન્સિપાલની પુરાઈ જતી હતી. આ પોલંપોલનો ખુલાસો ત્યારે થયો જ્યારે પગાર માટે પટવાળાની અને પ્રિન્સીપાલની બાયોમેટ્રિક હાજરી મેચ કરવામાં આવી.
પ્રિન્સિપાલે પટાવાળાને બંને આંગળીથી હાજરી પુરવા કહ્યું
આ મામલો સરકારી ગર્લ્સ ઇન્ટર કોલેજ બરૌધાનો છે. શાળામાં જ્યારે બાયોમેટ્રિક હાજરીની શરૂઆત થઈ ત્યારે પ્રિન્સિપાલે પોતાની હાજરી પુરવા માટે બાયોમેટ્રિક મશીનમાં પટાવાળાના એક હાથની આંગળી સ્કેન કરાવી અને બીજા હાથની આંગળી પટાવાળા માટે સ્કેન કરાવી. એટલું જ નહીં પ્રિન્સિપાલે પોતાની હાજરી પુરાય તે માટે પટાવાળાને બંને આંગળીઓ વડે બાયોમેટ્રિક હાજરી પુરવા કહ્યું હતું.
ગેરહાજર પ્રિન્સીપાલની હાજરી પુરાઈ જતી હતી
પ્રિન્સીપાલે આવું એટલા માટે કર્યું, કારણ કે તેણી શાળાએ ન પહોંચે તો પણ હાજરી પુરાય જાય. જોકે શાળામાં અન્ય પ્રિન્સીપાલની નિમણૂક કરવામાં આવતા જ આ મોટા ખેલનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે પટાવાળાને એક આંગળીથી બાયોમેટ્રિક હાજરી પૂરવાનું કહેવામાં આવ્યું ત્યારે પટાવાળો ભુલી ગયો કે, કંઈ આંગળીથી મારી હાજરી પુરાય છે. પટાવાળો સ્કૂલમાં જ ઉપસ્થિત રહેતો હતો જોકે તેની જગ્યાએ પ્રિન્સીપાલની હાજરી પુરાઈ જતી હતી. પ્રિન્સિપાલ ગેરહાજર હોવા છતાં તેની હાજરી પુરાઈ જતી હતી, જેનો ખુલાસો થતા અધિકારીઓએ કહ્યું કે, કાર્યવાહી કરવામાં આવશે.
નવા પ્રિન્સિપાલની નિમણૂક થતા જ ભાંડો ફૂટ્યો
વિંધ્યાચલ મંડળના જોઈન્ટ ડિરેક્ટર ઑફ એજ્યુકેશન કામતા પ્રસાદ પાલે જણાવ્યું હતું કે, બરોદાની ગવર્નમેન્ટ ગર્લ્સ ઈન્ટર કૉલેજમાં શિક્ષિકા જ્યોતિ ગોયલે અગાઉ સ્કૂલના પ્રિન્સિપાલનો ચાર્જ સંભાળ્યો હતો. તેની શાળામાં ન જવાની સતત ફરિયાદો આવતી હતી. DEOSએ શાળાના પ્રિન્સિપાલનું કામ જોવા માટે હાઈસ્કૂલના મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપ્યો હતો. જ્યારે મુખ્ય શિક્ષકે શાળામાં કામ કરવાનું શરૂ કર્યું તો ફરિયાદો આવવા લાગી કે શિક્ષિકા ભણાવતા નથી. તે દરરોજ શાળામાં આવતી નથી અને આવે છે તો જતી રહે છે.
DIOSએ પ્રિન્સિપાલ-પટાવાળાનો પગાર અટકાવ્યો
જુલાઈમાં ઈન્ચાર્જ મુક્ય શિક્ષકે ઓગસ્ટ મહિનાના પગારની પ્રિન્ટ કાઢી ત્યારે તેમાં જાણવા મળ્યું કે, જ્યોતિ ગોયલ પહેલેથી ગેરહાજર હોવા છતાં બાયોમેટ્રિક મશીનમાં તેમની હાજરીમાં જોવા મળી રહી છે. મેન્યુઅલ રજિસ્ટરમાં ગેરહાજર છે. ત્યારે આ અંગેની ફરિયાદ ડીઆઈઓએસને કરવામાં આવી હતી. ડીઆઈઓએસ તે પ્રિન્સિપાલનો જુલાઈ-ઓગસ્ટનો પગાર અટકાવી દીધો, જેમાં એક પટાવાળાનો પણ પગાર સામેલ હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરાતા મહિલા પ્રિન્સિપાલ અને પટાવાળાનો ભાંડો ફુટ્યો હતો.
મેડમે મારી બન્નેની આંગળીઓની ફિંગર કરાવી : પટાવાળો
પટાવાળા રામપોસે જણાવ્યું કે, મશીન જુલાઈમાં આવ્યું હતું. ત્યારથી મેડમે મારી બન્નેની આંગળીઓની ફિંગર કરાવી હતી. ત્યારથી હું હાજરી આપતો હતો. ક્યારેક એક આંગળીથી હાજરી પુરતો હતો તો ક્યારેક બંને આંગળીથી પુરતો હતો, ત્યારબાદ પરમેનન્ટ એક જ આંગળીથી હાજરી પુરતો હતો. મને ખબર ન હતી કે મારી આંગળી મુકવાથી મારી હાજરી બાયોમેટ્રિકમાં નોંધાશે નહીં. જોકે મારી હાજરી રજીસ્ટર નોંધાયેલી છે. મેડમે કહ્યું હતું કે, એક હાથની આંગળી કામ ન કરે તે માટે બંને હાથની આંગણીની ટ્રાયલ કરી જુઓ.