• કોર્ટે તેમની પત્ની પાયલને નોટિસ પાઠવીને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો

  • ઓમરે કહ્યું - લગ્ન તૂટી ગયા છે, સંબંધો સુધરી શકે તેમ નથી તેથી છૂટાછેડા જોઈએ છે
  • બેન્ચે આ સંદર્ભમાં પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. કોર્ટે વધુ સુનાવણી માટે 30મી ઓગસ્ટ નક્કી કરી

નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ડિવોર્સ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અબ્દુલ્લાની અરજીને પગલે કોર્ટે તેમની પત્ની પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવીને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કોર્ટમાં કહ્યું છે કે અમારા લગ્ન તૂટી ગયા છે.

હવે સંબંધો સુધરી શકે તેમ નથી. આથી અમારે છૂટાછેડા જોઈએ છે. આ અરજી હાલ જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ સમક્ષ વિચારાધીન છે. બેન્ચે આ સંદર્ભમાં પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. કોર્ટે વધુ સુનાવણી માટે 30મી ઓગસ્ટ નક્કી કરી છે.

ઘણા વર્ષોથી બંને અલગ રહે છે

ઓમર અબ્દુલ્લા વતી એડવોક્ટ કપિલ સિબ્બલે દલીલો કરી હતી કે બંનેનાં લગ્ન તૂટી ગયા છે. બંને છેલ્લા 15 વર્ષથી અલગ રહે છે. તેમની વચ્ચે હવે પતિ -પત્ની જેવા સંબંધો નથી. આથી તેમણે બંધારણની કલમ 142 મુજબ ચુકાદો આપવા માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા મુજબ છૂટાછેડાનાં કારણોને વાજબી સમજીને કોર્ટ લગ્ન વિચ્છેદ માટે આદેશ આપી શકે છે.

ઓમર અબ્દુલ્લાએ ક્રુરતાનાં આધારે છૂટાછેડા માંગ્યા હતા

ઓમર અબ્દુલ્લાએ અગાઉ હાઈકોર્ટમાં ક્રૂરતાનાં ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા પણ આ આરોપો સ્પષ્ટ ન હોવાથી હાઈકોર્ટે તેમની આ અરજી ફગાવી હતી. હવે ઓમરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઓમર અબ્દુલ્લા અને પાયલનાં સપ્ટેમ્બર 1994માં લગ્ન થયા હતા જો કે તેઓ ઘણા સમયથી અલગ રહે છે. અગાઉ ફેમિલી કોર્ટે 30 ઓગસ્ટ 2016નાં રોજ ઓમરની છૂટેછેડાની અરજી ફગાવી હતી.

  • Follow us on: