મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે એટલે કે 23મી નવેમ્બર, શનિવારના રોજ આવવાના છે. આ દિવસે રાજસ્થાન તેમજ યુપીમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થવાના છે. ચૂંટણી પરિણામો પહેલા આશ્ચર્યજનક એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં મોટાભાગે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એનડીએ સરકાર રચવાના સંકેતો મળી રહ્યા છે. ફલોદી સટ્ટા બજારે ચૂંટણી પરિણામો વિશે આગાહી કરી છે જે એક્ઝિટ પોલ કરતાં પણ વધુ આશ્ચર્યજનક છે.


મહારાષ્ટ્રમાં ફલોદી સટ્ટા બજારે શું કહ્યું?

ફલોદી સટ્ટા બજારે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન (NDA) સરકારની રચનાની આગાહી કરી છે. ફલોદી સટ્ટા બજારનો દાવો છે કે મહાયુતિ ગઠબંધનને અહીં 143થી 146 બેઠકો મળી શકે છે. સાથે જ માત્ર ભાજપને 90 થી 93 બેઠકો મળતી જોવા મળી રહી છે. ફલોદી સટ્ટાબજારમાં મહાયુતિની કિંમત 40 પૈસા સુધી જઈ રહી છે. આ સિવાય મહાવિકા અઘાડીનો ભાવ 1 રૂપિયા ચાલી રહ્યો છે.

ઝારખંડમાં ફલોદી સટ્ટા બજાર વિશે શું કહેવું

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ ફલોદી સટ્ટા બજારે તેના અંદાજો જાહેર કર્યા છે. જેમાં ફલોદી ભાજપ ગઠબંધન સરકાર બનાવવાના પક્ષમાં હોવાનું જણાય છે. ઝારખંડમાં 81 બેઠકો છે, જેમાંથી ભાજપને 44થી 46 બેઠકો મળવાની ધારણા છે. ઝારખંડમાં NDAનો ભાવ 40 પૈસા છે.

યુપી અને રાજસ્થાનમાં શું છે આગાહી?

યુપીની 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ છે. જ્યારે રાજસ્થાનની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે. સટોડિયાઓના મતે યુપીમાં ભાજપને 5થી 6 બેઠકો મળવાની આગાહી છે. તે જ સમયે, બાકીની બેઠકો સપાના ખાતામાં જઈ શકે છે. રાજસ્થાનની વાત કરીએ તો અહીં ફલોદી સટ્ટાબજારે ભાજપને 5 થી 6 બેઠકો જીતવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસ અને અન્યને બાકીની બેઠકો મળવાની ધારણા છે.

નોંધ: ‘સંદેશ વેબસાઈટ’ આ મૂલ્યાંકનને સમર્થન આપતું નથી. ‘સંદેશ વેબસાઈટ’ને હંમેશા ચૂંટણી પંચના સત્તાવાર ડેટા પર વિશ્વાસ રહ્યો છે.

  • Follow us on: