- પૂંચ આતંકી હુમલામાં એક જવાન થયો હતો શહીદ
- સુરક્ષા દળોને તપાસ દરમિયાન 3 શખ્સોના નામ મળ્યા
- શકમંદોને શોધવા માટે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં શનિવારે ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકીઓએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો તો સાથે સાથે અન્ય 4 જવાનો ઘાયલ થયા હતા. ત્યારે હવે સેના હુમલા માટે જવાબદાર આતંકીઓની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન, ત્રણ નામ સામે આવ્યા છે જેમની સુરક્ષા દળોની નજર છે. તેમાંથી એક શખ્સ પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે અને એક શખ્સ લશ્કરનો કમાન્ડર છે.
તપાસમાં સામે આવ્યા ત્રણ નામ
સુરક્ષા દળો પૂંચ હુમલાના આતંકીઓની શોધ કરી રહી છે. તો સૂત્રોને શકમંદો અંગે માહિતી મળી છે જે સેનાના સર્ચ ઓપરેશનનું કેન્દ્ર બની ગયા છે. સુરક્ષા તંત્રના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તપાસ દરમિયાન ત્રણ નામો સામે આવ્યા છે જેમાં, પૂર્વ પાક આર્મી કમાન્ડો ઇલ્યાસ, જેનું કોડ નેમ ફૌજી છે. લશ્કર કમાન્ડર અબુ હમઝા અને હાદૂનનો સમાવેશ થાય છે.
મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહયું છે સર્ચ ઓપરેશન
કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય જૈશ કમાન્ડ હેઠળ કામ કરી રહ્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના નજીક PAFF માટે હુલાઓને અંજામ આપી રહ્યા હતા. હાલ તો તેમની ઓળખની ખરાઈ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. શકમંદોને શોધવા માટે રાજૌરી-પૂંચ ફોરેસ્ટ એરિયામાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પહેલા જ અનેક શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ત્રણેય શખ્સોની સાથે તેમના કનેક્શનને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ કેટલાંક શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC પાસે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
TRF ચીફ બાદ સેનાનો નવો ટાર્ગેટ
TRF ચીફને ખતમ કર્યા બાદ હવે સેનાનું ફોકસ આગામી બે મોટા ટાર્ગેટ પર છે. ચૂંટણી પહેલા હિઝબુલના ઓપરેશનલ કમાન્ડર ફારૂક નલી અને લશ્કર ખીણના વડા રિયાઝ સેત્રીને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના માથે 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર બેનને ખૂબ જ ખતરનાક છે કારણ કે તે નવા લોકોનું બ્રેનવોશ કરી તેમને આતંકી સંગઠનમાં ભરતી કરી શકે છે. તે ચૂંટણી પહેલા ડર ઊભો કરવા માટે મોટા પ્રમાણમાં હુમલાઓ કરવાની યોજના પણ બનાવી શકે છે. તેમની શોધ માટે સેના દ્વારા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.