• લોકશાહીના પર્વની થઇ રહી છે ઉજવણી
  • કુલ 7 તબક્કામાં મતદાન, પ્રથમ તબક્કો પૂર્ણ
  • PM મોદી મહિલાનો સવાલ સાંભળીને થયા ભાવુક
લોકસભાની ચૂંટણીને લઇને હવે માહોલ જામ્યો છે. કુલ 7 તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. 26એપ્રિલે હવે બીજા તબક્કાનું મતદાન છે તેવામાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરતા ભાવુક થયા હતા. આવો જાણીએ શું છે કારણ.

પીએમ મોદી કેમ થયા ભાવુક ?

પીએમ મોદીએ આજે સવારે એક સમાચાર પત્રનું કટિંગ શેર કર્યુ હતું, જો કે આ સ્ટોરી કટિંગને અગાઉ ભાજપના નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે સોશિયલ મીડિયામાં શેર કર્યુ હતું. તેને તેમણે રિટ્વિટ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે માતાઓ-બહેનોનો આ પ્રેમ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. પણ આ ઋણ ચૂકવવાનો સંકલ્પ પણ છે. પીએમ મોદીએ આગળ એમ પણ લખ્યું હતું કે લક્ષ્મીકાંત જી, આ વિગતો પર ધ્યાન આપવાની જવાબદારી આપણા કાર્યકરોની છે. ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરો.

બીજેપી નેતાએ ટ્વિટ કરીને રાહુલગાંધીને લીધા આડેહાથ

હવે આપણે જાણીએ કે પીએમ મોદીએ એવુ તો શું વાંચ્યુ કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તો વાત એમ છે કે બીજેપી નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે સોશિયલ મીડિયા પર ન્યૂઝપેપરનું કટિંગ શેર કર્યુ હતું. જેમાં લખ્યુ હતું કે ગામની એક અભણ મહિલા EVM પર મોદીજીનો ફોટો શોધી રહી છે. આ સાથે જ લક્ષ્મીકાતે પેપરની સ્ટોરી શેર કરી હતી. સાથે જ તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા કે એક તરફ બદમિજાજ છે જે વિચારે છે કે ગમે તેમ બોલીને મોદીને હરાવી દઇશું. પણ મોદીજી તો જનતાના દિલમાં રાજ કરે છે. કોણ જાણે ક્યારે ભ્રષ્ટ પરિવારને આ વાતની સમજ આવશે તેમ કહીને રાહુલ ગાઁધીને આડે હાથ લીધા હતા.


એવુ તો શું છપાયુ છાપામાં કે તેની સ્ટોરી શેર કરી ભાજપના નેતાએ ?

બીજેપી નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે શેર કરેલી ન્યૂઝપેપરના એ કટિંગમાં રાજસ્થાનના પિપરાલી બૂથ પર સવારે લગભગ 11 વાગ્યાની વાત કહેવામાં આવી છે. એક શાળામાં બૂથ પાસે લાંબી લાઈન લાગી હતી. દરમિયાન મહિલાઓનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું. આ મહિલાઓ ગીતો ગાતી ગાતી ત્યાં આવી હતી. આ દરમિયાન બૂથની અંદર થોડો અવાજ સંભળાયો. તપાસ કરવા પર જાણવા મળ્યું કે અંદર એક મહિલા EVM પર PM મોદીનો ફોટો શોધી રહી હતી. સાથે જ મહિલા એ જાણવા માટે મક્કમ હતી કે EVM પર દેખાતો વ્યક્તિ મોદી નથી તો બીજું કોણ છે? તે અખબારમાં છપાયેલા સમાચાર મુજબ, મહિલાને કહેવામાં આવ્યું હતું કે ફોટો અહીંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો છે તે સમજાવ્યા બાદ તેણે મતદાન કર્યું હતું.

  • Follow us on: